ધુમ્મસને કારણે 7 બસો અને 3 કારો અથડાયા બાદ લાગી આગ, 4 લોકોના મોત; 25 ઇજાગ્રસ્ત
ધુમ્મસને કારણે મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર 7 બસો અને 3 કાર અથડાઈ ગઈ. અકસ્માત બાદ બસો અને કારમાં આગ લાગી. આ અકસ્માતમાં 4 લોકો જીવતા બળી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટે અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 25 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 5 બસો અને બે કાર અથડાયા હતા, જેના પરિણામે આગ લાગી હતી અને 4 લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રીએ આ ઘટનાની નોંધ લીધી છે અને ઇજાગ્રસ્તોને સારી સારવાર અને મૃતકોને રાહત ભંડોળમાંથી ₹2 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.
મંગળવારે સવારે 4:00 વાગ્યે બલદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોલ સ્ટોન 127 પર આ અકસ્માત થયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી ચાલુ છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને SDRFના કર્મચારીઓ આગ ઓલવવા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાનું કામ કરી રહ્યા છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જ્યારે ઘણા વાહનો પરસ્પર અથડાયા, ત્યારે એવું લાગ્યું કે ગોળીબાર થયો હોય. જોરદાર વિસ્ફોટ થયા. આખું ગામ જલદી જલદી ઘટનાસ્થળે દોડી ગયું. બધાએ તાત્કાલિક મદદની કરી. એમ્બ્યુલન્સના કર્મચારી અમિત કુમારે જણાવ્યું હતું કે હાલમાં મૃતકોની સંખ્યા જાણી શકાઈ નથી.
સ્થાનિક લોકોએ બસોમાં લાગેલી આગમાં ઘણા મુસાફરો બળીને મૃત્યુ પામવાની આશંકા વ્યક્ત કરી છે. અકસ્માતના વીડિયોના આધારે એવું લાગે છે કે જાનમાલને ભારે નુકસાન થયું છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હશે. જોકે, ચાર લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે એકબીજા સાથે અથડાયા બાદ ઘણી બસોમાં આગ લાગી હતી. અકસ્માત થયો ત્યારે હું બસમાં સૂઈ રહ્યો હતો. બસ મુસાફરોથી ભરેલી હતી. આ અકસ્માત સવારે 4:00 વાગ્યાની આસપાસ થયો હતો. વહીવટીતંત્ર દ્વારા હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp