બ્રાઝિલમાં હવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી'ની વિશાળ પ્રતિકૃતિ ધરાશાયી! જુઓ વા

બ્રાઝિલમાં હવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી'ની વિશાળ પ્રતિકૃતિ ધરાશાયી! જુઓ વાયરલ વિડિયો

12/16/2025 World

SidhiKhabar

SidhiKhabar

બ્રાઝિલમાં હવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી'ની વિશાળ પ્રતિકૃતિ ધરાશાયી! જુઓ વા

હાલ, બ્રાઝિલનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક  વાવાઝોડાને કારણે એવી ઘટના ઘટી છે કે જેને જોઈને લોકો ચોંકી ગયા છે. અહીં હવાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ભારે પવનને કારણે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની વિશાળ પ્રતિકૃતિ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના રિયો ગ્રાન્ડે દો સુલ મેટ્રોપોલિટન પ્રદેશમાં, પોર્ટો એલેગ્રે નજીક, ગુઆઇબા શહેરમાં બની છે. આ ઘટનામાં કોઈના પણ ઘાયલ થવાના કોઈ સમાચાર નથી.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


વાયરલ વિડિયો

વાયરલ વિડિયો

મળતી માહિતી મુજબ, 15 ડિસેમ્બરે ભારે પવનના કારણે અહીં એક રિટેલ સ્ટોરના પાર્કિંગમાં આવેલી લગભગ 24 મીટર ઊંચી આ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ તૂટી પડી હતી. આ ઘટનાને  લોકોએ કેમેરામાં કેદ કરતાં વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની આ પ્રતિકૃતિ એક ખાલી પાર્કિંગ પ્લેસમાં ધીમે-ધીમે આગળની તરફ ઝૂકે છે અને પછી જમીન પર પડી જાય છે, જ્યારે કે બાજુના રસ્તા પર વાહનો ચાલતા દેખાઈ રહ્યા છે.

માહિતી પ્રમાણે, આ મૂર્તિ હાવન રિટેલ ચેનની હતી. કંપનીએ જણાવ્યું કે, ઘટના સમયે લગભગ વિસ્તાર ખાલી હતો, જેનાથી લોકોને કોઈ પ્રકારની હાનિ થવાથી બચી ગઈ છે. એન્જિનિયરો દ્વારા  પ્રમાણિત આ સ્ટેચ્યૂ 2020માં લગાવવામાં આવ્યું હતું. આ સ્ટેચ્યૂને 11 મીટરના કોંક્રિટ બેઝ પર બનાવવામાં આવી હતી. જો કે, સ્ટેચ્યૂ ધરાશાયી થયા પછી પણ આ બેઝને કોઈ નુકસાન થયું નથી.


ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવશે

બ્રાઝિલની નાગરિક સુરક્ષા એજન્સી પ્રમાણે, મેટ્રોપોલિટન ક્ષેત્રમાં ગંભીર હવામાંની ચેતવણી જારી કરવામાં આવી હતી. અહીં 90 કિમી/કલાકથી વધારે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. દિવસની શરૂઆતમાં ભારે પવનોને કારણે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ધરાશાયી થવાના કારણો જાણવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચવા માટેના પગલાં લેવા માટે આ ઘટનાનું એક ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top