‘પુરાવા હોય તો સમાજ સમક્ષ રજૂ કરે અથવા પોલીસ કેસ કરે’, કિંજલ દવેના કયા આરોપો પર હેમાંગ રાવલે કહ

‘પુરાવા હોય તો સમાજ સમક્ષ રજૂ કરે અથવા પોલીસ કેસ કરે’, કિંજલ દવેના કયા આરોપો પર હેમાંગ રાવલે કહી આ વાત?

12/16/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

‘પુરાવા હોય તો સમાજ સમક્ષ રજૂ કરે અથવા પોલીસ કેસ કરે’, કિંજલ દવેના કયા આરોપો પર હેમાંગ રાવલે કહ

કિંજલ દવેની અંતરજ્ઞાતિય સગાઈ બાદ વિવાદ ઊભો થઈ ગયો છે અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે, ત્યારે ગઇકાલે સિંગર કિંજલ દવેએ આ મામલે મૌન તોડીને જડબાતોડ જવાબ આપ્યો હતો અને બહિષ્કાર કરનારાઓને અસમાજિક તત્વો ગણાવ્યા હતા. તો હવે હેમાંગ રાવલે ફરી એક વખત કિંજલ દવે પર પ્રહાર કર્યો છે.


હેમાંગ રાવલે કિંજલ દવે પર કર્યા આકરા પ્રહાર

હેમાંગ રાવલે કિંજલ દવે પર કર્યા આકરા પ્રહાર

બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘સમાજે જે પણ નિર્ણય લીધો છે તે સમાજના બંધારણને આધીન રહીને અને સર્વાનુમતે લેવામાં આવ્યો છે. દરેક સમાજને પોતાના સામાજિક નિર્ણયો લેવાની સ્વાયત્તતા હોય છે અને બ્રહ્મ સમાજનો આ નિર્ણય જરા પણ ખોટો નથી. તે પોતાની ઉપર લાગેલા ગંભીર આરોપોનો સામનો કરવાને બદલે અત્યારે સહાનુભૂતિ મેળવવા માટે 'વિક્ટિમ કાર્ડ' રમી રહી છે. સમાજ દ્વારા આ કડક નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ દીકરીઓ પણ આવા પગલાં ભરતા પહેલા સો વખત વિચાર કરે. સમાજનું કામ નવી પેઢીને સાચા રસ્તે વાળવાનું છે અને આ નિર્ણય તે જ દિશામાં લેવાયેલું એક પગલું છે.

કિંજલ દવેએ પોતાના બચાવમાં સમાજના આગેવાનોને 'અસામાજિક' કહ્યા હતા અને સમાજમાં બાળલગ્ન થતા હોવાના આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે હેમાંગ રાવલે વળતો જવાબ આપતા કહ્યું કે, આગેવાનો પર કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. જો કિંજલ દવે પાસે બ્રહ્મ સમાજમાં બાળલગ્ન થતા હોવાના કોઈ પણ પુરાવા હોય તો તે સમાજ સમક્ષ રજૂ કરે અથવા પોલીસ કેસ કરે. માત્ર વાતો કરીને સમાજને બદનામ કરવાનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં.

સમાજમાં દીકરીઓની પાંખો કાપવામાં આવે છે તેવા કિંજલના આરોપ પર રોષ વ્યક્ત કરતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજમાં દીકરીઓને પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. સમાજ હંમેશા દીકરીઓની પ્રગતિનો પક્ષધર રહ્યો છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ એ છે કે બ્રહ્મ સમાજની વાડીમાં દીકરીઓ માટે UPSC અને GPSCના નિઃશુલ્ક વર્ગો ચલાવવામાં આવે છે. જો કિંજલ દવે ઈચ્છે તો તે પણ આ ક્લાસનો લાભ લઈ શકે છે.

વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે બ્રહ્મ સમાજે ક્યારેય કિંજલ દવેની કળા કે પ્રગતિનો વિરોધ કર્યો નથી. ભૂતકાળમાં સમાજે તેને પ્રોત્સાહિત કરી છે અને તેના ગીત, સંગીત કે ડાન્સના કપડાં સામે ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી. આમ છતા પાંખો કાપવાની ખોટી વાતો ફેલાવીને સમાજની છબી ખરડવાનો પ્રયાસ દુઃખદ છે. સમાજ જ્યારે એક દીકરી તરીકે તેને પ્રેમ આપતો હોય, ત્યારે તેની પણ ફરજ બને છે કે તે સામાજિક મર્યાદાઓનું પાલન કરે.

અંતમાં, બ્રહ્મ સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે સામાજિક વડીલો અને આગેવાનોનું અપમાન હવે સહન કરવામાં આવશે નહીં. આગેવાનો પર કરવામાં આવેલા બેહૂદા અને મનઘડત આક્ષેપો સામે સમાજ મક્કમ છે. કિંજલ દવે જે રીતે પીડિત હોવાનો ડોળ કરી રહી છે તે સમાજની આંખમાં ધૂળ નાખવા સમાન છે. સત્ય એ છે કે બ્રહ્મ સમાજમાં બાળલગ્ન જેવી કુપ્રથાઓનું કોઈ સ્થાન નથી અને દીકરીઓને આગળ વધવાની પૂરતી તકો આપવામાં આવે છે.


કિંજલ દવેએ મૌન તોડીને આપ્યો હતો જવાબ જવાબ

કિંજલ દવેએ મૌન તોડીને આપ્યો હતો જવાબ જવાબ

સામાજિક બહિષ્કારના આ એલાન બાદ કિંજલ દવેએ આખરે મૌન તોડીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કિંજલ દવેએ બહિષ્કાર કરનારાઓને ‘અસામાજિક તત્વો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, , જેઓ દીકરીઓની પ્રગતિ જોઈ શકતા નથી. કિંજલે જણાવ્યું કે, હું મૌન હતી, પણ હવે વાત મારા પરિવાર અને પિતા પર છે, મારાથી હવે સહન નથી થઈ રહ્યું.

તેણે કહ્યું કે, એક બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે અને હું અહીંયા સુધી પહોંચી છું તેમાં શિક્ષિત અને સમજદાર બ્રહ્મ શક્તિઓ (બ્રહ્મ સમાજના લોકો)નો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું તો નસીબદાર છું કે મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. કિંજલ દવેએ સવાલ ઉઠાવ્યો કે, “જ્યારે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાડી રહી છે, સંસદમાં છે અને દેશને ગૌરવ અપાવી રહી છે, ત્યારે શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી?

કિંજલ દવેએ પોતાના નિર્ણયને વધાવતા કહ્યું કે, હું નસીબદાર છું કે મને એવા પરિવાર અને પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે. હું એવા પરિવારમાં જઈ રહી છું જ્યાં રાત-દિવસ ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે. મને અને મારા નિર્ણયને મારા પાર્ટનરના પરિવારે ખૂબ જ આદર અને સત્કારથી સ્વીકાર્યા છે.

છેલ્લે, તેમણે સમાજની કેટલીક જૂની પ્રથાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, એક તરફ દીકરીઓ પ્લેન ઉડાવે છે અને આર્મીમાં છે, અને બીજી તરફ હજી પણ બાળ લગ્ન, સાટા પ્રથા જેવી સમસ્યાઓ ચાલુ છે, જેની પીડિત હું પણ છું. દીકરીઓના પૈસા લેવામાં આવે છે અને તેમને ઘૂંઘટમાં રાખવામાં આવે છે. આના પરથી જ ખબર પડે છે કે સમાજમાં ક્યાં કેટલો વિકાસ થયો છે અને ક્યાં દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની જરૂર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top