અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વહીવટને લઈને આવ્યા મોટા સમાચાર, લેવાયો મોટો નિર્ણય

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વહીવટને લઈને આવ્યા મોટા સમાચાર, લેવાયો મોટો નિર્ણય

12/16/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વહીવટને લઈને આવ્યા મોટા સમાચાર, લેવાયો મોટો નિર્ણય

સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો છે. સેવન્થ-ડે સ્કૂલને સરકારે પોતાને હસ્તક લીધી છે. જ્યારે વર્તમાન વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. નવા એડમિશન ન લેવાની શરતે સરકાર હસ્તક શાળા લેવાઈ છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી વહીવટકર્તા હશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવતા ખાનગી શાળા સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે.


નવા એડમિશન નહીં અપાય

નવા એડમિશન નહીં અપાય

સેવન્થ-ડે સ્કૂલ અમદાવાદ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોને સાવ પરવડે તેવી ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે જાણીતી હતી. ક્રિશ્ચિયન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થાનો વહીવટ સરકારે હસ્તગત કરતા આ નિર્ણય પાછળના કારણો અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

DEOની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ, સેવન્થ-ડે કેમ્પસમાં આવેલી તમામ શાળાઓનો વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય લીધો છે. હવે આ સ્કૂલમાં નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં નહીં આવે. પરંતુ આ નિર્ણયથી હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર નહીં થાય. તેઓ વર્તમાન વ્યવસ્થા હેઠળ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે.

શિક્ષણ વિભાગનો આ નિર્ણય રાજ્યમાં ખાનગી શાળાઓના વહીવટ અને ભવિષ્યના પ્રવેશ અંગે એક મહત્ત્વની અસર કરી શકે છે, જે આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે નવા કાયદાકીય અને વહીવટી પ્રશ્નો ઊભા કરી શકે છે.


શું હતો વિવાદ?

શું હતો વિવાદ?

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ એક મોટો વિવાદ ઊભો થયો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીને તેના જ જુનિયર વિદ્યાર્થીએ છરીના ઘા મારી દીધા હતા, ત્યારબાદ આ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ ઘટના નાના ઝઘડામાંથી શરૂ થઈ હતી, પરંતુ વિદ્યાર્થીને સમયસર તબીબી મદદ ન મળવાથી તેનું મોત થયું હતું. ત્યારથી આ શાળા સરકારના રડાર પર છે. હવે તપાસ સમિતિના અહેવાલ બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાની વિવિધ અનિયમિતતાના સંદર્ભે નિર્ણય લેવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top