ભારતમાં આવી ગયું પહેલું ફેમીલી રાઈડર સ્કુટર! કિંમત જાણી અત્યારે જ લેવા પહોંચી જશો! જાણો વિશેષતાઓ
એક નવી કંપનીએ ભારતમાં પહેલી વખત દેશનું પહેલું ફેમિલી સ્કુટર લોન્ચ કર્યું છે. જેમાં ત્રણ થી ચાર લોકો આરામથી બેસીને ફરી શકે છે. ભારતમાં પહેલી વખત આવા થ્રી વહીલર SUV સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યા છે. Komaki Electric દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ બે સ્કૂટરનું નામ FAM 1.O અને FAM 2.O આપવામાં આપ્યું છે.
આ થ્રી વહીલર SUV સ્કૂટરની ડિઝાઇન એકદમ યુનિક બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ ઘરેલુ અને કોમર્શીયલ એમ બંને રીતે કરી શકાશે. માહિતી પ્રમાણે, FAM 1.O એકવારમાં ચાર્જ કરવા પર 100 કિલોમીટર અને FAM 2.O એકવારમાં ચાર્જ કરવા પર 200 કિલોમીટરની એવરેજ આપે છે. આ બંને સ્કૂટરને LiPo4 (લિથિયમ આયર્ન ફોસ્ફેટ) બેટરીથી સજ્જ બનાવવામાં આવ્યા છે. જે 3000 થી 5000 ચાર્જ સાઇકલ સાથે આવે છે. Komaki Electricની આ સીરીઝને ફેમિલી રાઇડરનું ફ્યુચર માનવામાં આવી રહ્યું છે. જે સ્માર્ટનેસ, કન્ફર્ટ અને સેફટીને ધ્યાનમાં રાખીને બનવવામાં આવ્યું છે.
Komaki સ્કુટરની આ સીરીઝમાં સ્પીડ, બેટરી અને મોનીટરીંગ માટે મલ્ટીપલ સેન્સર, સેલ્ફ ડાઈગ્નોસીસ સિસ્ટમ, રિવર્સ આસિસ્ટ, ઓટો હોલ્ડ અને એડવાન્સ બ્રેક સિસ્ટમ બધું જ અત્યાધુનિક આપવામાં આવ્યું છે. ઉપરાંત તેમાં બુટ સ્પેસ, ફ્રન્ટ બાસ્કેટ અને આરામદાયક સીટો પણ અપાઈ છે. આ સ્કૂટરમાં મેટાલિક બોડી ફ્રેમ, LED DRL ઈન્ડિકેટર્સ, ટૉર્ક લીવર, હેન્ડ બ્રેક અને ફુટ બ્રેક તેને બેસ્ટ બનાવે છે. આ સ્કૂટરમાં સ્માર્ટ ડિજિટલ ડેશબોર્ડ પણ જોવા મળે છે. જે રિયલ ટાઈમ ડેટા, નેવિગેશન અને કોલ એલર્ટ જાણકારી પ્રોવાઈડ કરાવે છે. Komaki Electric ના FAM 1.O ની કિંમત 99,999 રૂપિયા અને FAM 2.Oની કિંમત 1,26,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp