યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો! 16 વર્ષીય છોકરીનું પિત્ઝા, બર્ગર અને જંક ફૂડ ખાવાથી મોત, ચોંટી ગયા આંતરડા અને હાર્ટ ફેઇલ થયું
પિત્ઝા, બર્ગર, ચિપ્સ, ફ્રાઈસ અને નૂડલ્સ એટલા સ્વાદિષ્ટ હોય છે કે તે નાનાથી લઈને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે. એટલે તે મોટાભાગના બાળકોનું પ્રિય ફૂડ છે, પરંતુ આ જ ફેવરિટ ફૂડ જીવલેણ પણ હોઈ શકે છે. તાજેતરમાં, એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા જેમાં વધુ પડતું ફાસ્ટ ફૂડ ખાવાથી અહાના નામની 16 વર્ષની છોકરીનું મોત થઈ ગયું થયું. આ કિસ્સામાં ડૉક્ટરોનું માનવું છે કે વધુ પડતું જંક ફૂડ ખાવાથી તેના આંતરડાને ડેમેજ થઇ ગયા અને તેમાં છિદ્ર પણ થઈ ગયા. જોકે તે AIIMSમાં સ્વસ્થ થઈ રહી હતી, પરંતુ અચાનક તેની તબિયત બગડી ગઈ, તેનું હાર્ટ ફેઇલ થઈ ગયું અને તેને બચાવી ન શકાઈ.
એવું કહેવાય છે કે તેને બાળપણથી જ જંક ફૂડનો શોખ હતો. તે ઘણીવાર ઘરે બનાવેલા ભોજન કરતા ચાઉમીન, મેગી, પીત્ઝા અને બર્ગર વધુ પસંદ કરતી હતી. છેલ્લા એક મહિનાથી, તેને પેટમાં તીવ્ર દુઃખાવાની ફરિયાદ હતી, ત્યારબાદ તેને શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેના આંતરડાને ગંભીર રીતે નુકસાન થયું છે અને તેના પેટમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે.
મુરાદાબાદ શહેરમાં સર્જરી દરમિયાન, છોકરીના પેટમાંથી આશરે 7 લિટર પ્રવાહી કાઢવામાં આવ્યું હતું. સર્જરી બાદ, સુધારાની આશા હતી, તેથી પરિવાર તેને વધુ સારવાર માટે દિલ્હીના AIIMS ખાતે લઈ ગયો હતો. શરૂઆતમાં તેની સ્થિતિમાં સુધારો થતો દેખાયો, તેના પેટનો દુઃખાવો ઓછો થયો, અને તે ચાલવા-ફરવા લાગી.
દિલ્હીના AIIMSમાં તેની અચાનક હાલત વધુ ખરાબ થઈ અને તેનું મોત થઈ ગયું થયું. ડૉક્ટરોના મતે મોતનું કારણ હાર્ટ ફેઇલ હતું. તેમણે જણાવ્યું કે શરીરમાં રક્ત પરિભ્રમણ ઓછું થઈ ગયું હતું, અને આંતરડામાં શરૂ થયેલ ચેપ ફેફસાંમાં ફેલાયો હતો અને હૃદયને સપ્લાય કરતી રક્ત વાહિનીઓમાં અવરોધ પેદા થઇ ગયો હતો.
અહાના માત્ર 16 વર્ષની હતી, કોણ જાણતું હતું કે આટલી નાની ઉંમરે, તે પિત્ઝા અને બર્ગર ખાવાની કિંમત તેના જીવ આપી ચૂકવશે? કહેવાય છે ને કે કોઈપણ વસ્તુ વધારે પડતું થાય નુકસાનકારક હોય છે. વધુમાં, ફાસ્ટ ફૂડ ઝેર જેવું છે, કારણ કે તે સમય પહેલા સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અપચો જેવા જીવનશૈલીના રોગોને ઉત્તેજિત કરે છે. ખાસ કરીને આંતરડા પ્રભાવિત થાય છે કારણ કે શરીરને તેમને પચાવવા માટે વધુ મહેનત કરવી પડે છે. એક બર્ગરને સંપૂર્ણ રીતે પચવામાં 24-72 કલાક લાગે છે. નૂડલ્સને 24 કલાક લાગે છે, અને પિત્ઝાને 8 કલાકથી વધુ સમય લાગે છે. આ સ્થિતિમાં શું થાય છે? ખોરાક લાંબા સમય સુધી આંતરડામાં અટવાય રહે છે, જેનાથી પાચન ધીમું થાય છે. ભારેપણું, ગેસ અને એસિડિટી વધે છે. અને હા, આંતરડામાં સારા બેક્ટેરિયા ઘટે છે અને ખરાબ બેક્ટેરિયા વધે છે, જે આંતરડાના ગટ લઈનને નુકસાન પહોંચાડે છે અને લાંબા ગાળે સ્થૂળતા અને હૃદય રોગનું જોખમ વધારે છે. વધુમાં, આંતરડામાં ચરબીનો સંચય ફેટી લીવર, કોલોરેક્ટલ અને સ્વાદુપિંડનું કેન્સર તરફ દોરી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp