02/07/2023
ભારતમાં લઘુમતીઓના અધિકારો માટે ઘણા બંધારણીય પગલાં લેવામાં આવ્યા છે. ભારત દ્વારા લઘુમતીઓના જીવનને સુધારવા માટે બનાવવામાં આવેલી નીતિઓને કારણે દેશમાં લઘુમતીઓની સ્થિતિ સારી થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા ટુડેના એક અહેવાલનું આ કહેવું છે. વૈશ્વિક સ્તરે લઘુમતીઓના અધિકારો પર સંશોધન કરતી સંસ્થા સેન્ટર ફોર પોલિસી એનાલિસિસે ભારતને લઘુમતીઓ માટે શ્રેષ્ઠ દેશ ગણાવ્યો છે.
110 દેશો પર કરવામાં આવેલા રિસર્ચમાં ભારતે નંબર વન પર પોતાનું સ્થાન બનાવ્યું છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં ધાર્મિક લઘુમતીઓની સ્વીકૃતિ ઉચ્ચતમ ધોરણની છે. આ યાદીમાં દક્ષિણ કોરિયા, જાપાન, પનામા પણ સામેલ છે. જ્યારે આ યાદીમાં ભારતે અમેરિકા, બ્રિટન અને મુસ્લિમ દેશ યુએઈને પણ પાછળ છોડી દીધું છે.