12/04/2024
Indigo Vs Mahindra case: ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો અને અગ્રણી ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વચ્ચે '6E' ટ્રેડમાર્કના ઉપયોગને લઇને કાયદાકીય વિવાદ શરૂ થયો છે. ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઇલેક્ટ્રિક વાહન યુનિટ મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડ સામે ટ્રેડમાર્કના ઉલ્લંઘન માટે કેસ દાખલ કરાવી દીધો છે.
સ્ટોક એક્સચેન્જ પાસે એક નિયમનકારી ફાઇલિંગમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, કંપનીની પેટાકંપની મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડે 26 નવેમ્બર 2024ના રોજ તેની ઇલેક્ટ્રિક ઓરિજિન SUV, BE 6e અને XEV 9eનું અનાવરણ કર્યું છે. M&M અનુસાર, મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલે ક્લાસ 12 (વાહનો) હેઠળ BE 6e જે તેના ઇલેક્ટ્રિક ઓરિજિન SUV પોર્ટફોલિયોનો ભાગ છે, તેના ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે.