06/25/2025
CBSE approves norms to conduct Class 10 board exams twice a year from 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત લેવાના નિયમોને મંજૂરી આપી દીધી છે. વર્ષ 2026થી CBSE તરફથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં 2 વખત લેવામાં આવશે. CBSE એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ‘CBSEએ 2 વખત પરીક્ષાઓ લેવાના મોડેલને મંજૂરી આપી દીધી છે. વર્ષમાં પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં અને બીજી પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે.’
ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીએ પહેલી પરીક્ષામાં બેસવું ફરજિયાત રહેશે અને બીજી વખત બોર્ડની પરીક્ષામાં ઇચ્છાથી ભાગ લઈ શકશે. બીજી વખત વિદ્યાર્થીઓ પોતાના ગુણ સુધારવા માટે હિસ્સો લઈ શકશે. નવા નિયમો અનુસાર, ઇન્ટરનલ અસેસમેન્ટ વર્ષમાં માત્ર એક જ વખત કરવામાં આવશે.