Gujarat: બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધતાં ગુજરાત સરકારે તમામ શાળાઓને આપ્યો આ આદેશ

Gujarat: બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધતાં ગુજરાત સરકારે તમામ શાળાઓને આપ્યો આ આદેશ

07/05/2025 Education

SidhiKhabar

SidhiKhabar

Gujarat: બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધતાં ગુજરાત સરકારે તમામ શાળાઓને આપ્યો આ આદેશ

Sugar Board in Schools Gujarat: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા 14 મે 2025ના રોજ શાળાઓમાં સુગર બોર્ડની સ્થાપના કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ  હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ શાળાઓમાં સુગર બોર્ડની સ્થાપના કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. બાળકોમાં ખાંડના વધુ પડતા વપરાશને રોકવાના હેતુથી શાળાઓમાં સુગર બોર્ડ લગાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને વધુ પડતા ખાંડના સેવનથી થતા જોખમો, સ્વસ્થ્ય પર થતી અસર તથા ખાંડના પ્રમાણ સહિતની તમામ વિગતો બતાવવામાં આવશે. તેને લઈને શાળાઓમાં સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.


ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ DEOને પરિપત્ર આપી અમલનો આદેશ આપ્યો

ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ DEOને પરિપત્ર આપી અમલનો આદેશ આપ્યો

શિક્ષણ બોર્ડે તમામ DEOને પરિપત્ર કરીને શાળાઓમાં આ ગાઈડલાઈન-સૂચનાઓનો અમલ કરાવવા આદેશ કર્યો છે. મહત્ત્વનું છે કે અગાઉ CBSE દ્વારા મે મહિનામાં CBSE શાળાઓને પણ આ માટે સૂચના આપવામા આવી હતી. શિક્ષણ બોર્ડેના જણાવ્યા અનુસાર, બાળકોમાં ટાઈપ-2 ડાયબિટીસનું પ્રમાણ વધ્યુ છે. વધુ પડતા ખાંડના સેવનને કારણે  ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. જેથી સુગરનો વધુ પડતો વપરાશ ઘટાડવા અને બાળકોમાં દાંતની સમસ્યાઓ ઘટાડવા તથા મેટાબોલિક વિકૃતિઓમાં પણ ઘટાડો કરવા માટે શાળાઓમાં સુગર બોર્ડ બનવુ જોઈએ.


શાળાઓમાં સરળતાથી ઉપલબ્ધ છે ખાંડવાળી વસ્તુઓ

શાળાઓમાં સરળતાથી ઉપલબ્ધ છે ખાંડવાળી વસ્તુઓ

વિવિધ અભ્યાસો દર્શાવે છે કે 4-10 વર્ષની વયના બાળકો દૈનિક કેલેરીમાં 13 ટકા જેટલી અને 11-18 વર્ષના બાળકો 15 ટકા જેટલી ખાંડનો ઉપયોગ કરે છે. જેને ઘટાડીને 5 ટકા થવો જોઈએ. શાળાઓમાં અત્યારે સરળતાથી ઉપલબદ્ધ ખાંડવાળા નાસ્તા, પાણી અને પ્રોસેસ્ડ ફૂડના ઉપયોગથી તેનું સેવન પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top