PNBના કૌભાંડી અને ભાગેડુ મેહુલ ચોક્સીને લઈને બેલ્જિયમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો, જાણો તેને ભારત

PNBના કૌભાંડી અને ભાગેડુ મેહુલ ચોક્સીને લઈને બેલ્જિયમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો, જાણો તેને ભારત પ્રત્યર્પણ કરાશે કે નહીં

10/18/2025 World

SidhiKhabar

SidhiKhabar

PNBના કૌભાંડી અને ભાગેડુ મેહુલ ચોક્સીને લઈને બેલ્જિયમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો, જાણો તેને ભારત

પંજાબ નેશનલ બેંક (PNB)માં 13,000 કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી સામે ભારતને મોટી સફળતા મળી છે. બેલ્જિયમના એન્ટવર્પની એક કોર્ટે શુક્રવારે ચોક્સીના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને માન્ય રાખતા ચોક્સીની ધરપકડને કાયદેસર જાહેર કરી હતી. આ નિર્ણય ભારત માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે ચોક્સીને દેશમાં પરત લાવીને કાયદા સામે રજૂ કરવા માગે છે. જોકે, ચોક્સી પાસે બેલ્જિયમ હાઇકોર્ટમાં આ નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ છે.


ભારતની દલીલો મજબૂત, ચોક્સીને જામીન નહીં

ભારતની દલીલો મજબૂત, ચોક્સીને જામીન નહીં

ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં સુનાવણી બાદ એન્ટવર્પ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. સુનાવણી દરમિયાન, બેલ્જિયમના વકીલો, ભારતીય વિદેશ મંત્રાલય અને CBIના અધિકારીઓ સાથે, મજબૂત દલીલો રજૂ કરી. ફરિયાદીઓએ કોર્ટને જણાવ્યું હતું કે ચોક્સીએ તેના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક (PNB)માં 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે ચોક્સી ભાગેડુ છે અને તેને મુક્ત કરવાથી તે ફરીથી ભાગી શકે છે. કોર્ટે ચોક્સીના વકીલોની દલીલોને ફગાવી દીધી અને તેની ધરપકડને સમર્થન આપ્યું. બેલ્જિયમની વિવિધ અદાલતોએ પણ ચોક્સીની જામીન અરજીઓ ફગાવી દીધી છે.


ચોક્સીની ધરપકડ અને ભારતના પ્રયાસો

ચોક્સીની ધરપકડ અને ભારતના પ્રયાસો

ભારતની વિનંતી પર મેહુલ ચોક્સીની 11 એપ્રિલ, 2025 ના રોજ બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી. ચોક્સી અગાઉ કેરેબિયન દેશ એન્ટિગુઆ અને બાર્બુડામાં છુપાયેલો હતો, જ્યાં તેણે નાગરિકતા મેળવી હતી. બેલ્જિયમમાં રોકાયા CBI, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયે ઝડપથી કાર્યવાહી કરી અને ચોક્સીના પ્રત્યાર્પણ માટે જરૂરી કાગળકામ પૂર્ણ કર્યું. ભારતે બેલ્જિયમને ખાતરી આપી હતી કે ચોક્સીને પ્રત્યાર્પણ બાદ મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12માં રાખવામાં આવશે.

ભારતે બેલ્જિયમને ખાતરી આપી હતી કે ચોક્સીને જેલમાં યુરોપિયન ધોરણો અનુસાર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ગૃહ મંત્રાલયે 4 સપ્ટેમ્બરના રોજ બેલ્જિયમને જાણ કરી હતી કે બેરેક નંબર 12 માં દરેક કેદીને યુરોપિયન કમિટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ટોર્ચર (CPT)ના ધોરણો અનુસાર પૂરતી જગ્યા પૂરી પાડવામાં આવશે. ચોક્સીમો સેલ આશરે 20 ફૂટ બાય 15 ફૂટનો હશે, જેમાં અલગ શૌચાલય, વોશરૂમ, વેન્ટિલેટેડ બારીઓ અને ગ્રીલ્ડ મુખ્ય દરવાજો હશે. સેલમાં સ્વચ્છ ગાદલું, ઓશીકું, ચાદર અને ધાબળો આપવામાં આવશે.

જેલમાં કેદીઓને પીવાનું પાણી, દૈનિક સફાઈ, બહારની કસરત, ચેસ અને કેરમ જેવી બોર્ડ ગેમ્સ, બેડમિન્ટન, અખબારો, ટીવી ચેનલો, વીડિયો કોન્ફરન્સિંગ અને ટેલિમેડિસિન જેવી સુવિધાઓ પણ મળશે. આર્ટ ઓફ લિવિંગ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવતા યોગ સત્રો પણ ઉપલબ્ધ છે. કેદીઓને અઠવાડિયામાં એકવાર તેમના પરિવારોને અને તેમના વકીલોને દરરોજ મળવાની મંજૂરી આપવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top