ભારતીયો પર જીવલેણ હુમલાઓ થંભવાનું નામ નથી લઈ રહ્યા, અમેરિકામાં ફરી એક મહિલાની નિર્દયી હત્યા, જુ

ભારતીયો પર જીવલેણ હુમલાઓ થંભવાનું નામ નથી લઈ રહ્યા, અમેરિકામાં ફરી એક મહિલાની નિર્દયી હત્યા, જુઓ વિડીઓ

09/19/2025 World

SidhiKhabar

SidhiKhabar

ભારતીયો પર જીવલેણ હુમલાઓ થંભવાનું નામ નથી લઈ રહ્યા, અમેરિકામાં ફરી એક મહિલાની નિર્દયી હત્યા, જુ

અમેરિકામાં ભારતીયો પર થઈ રહેલા જીવલેણ હુમલાઓ થંભવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે ફરી એક ગુજરાતી મહિલાની હત્યાની દુ:ખદ ઘટના સામે આવી છે. આ ઘટના અમેરિકાના સાઉથ કેરોલાઈના યુનિયન કાઉન્ટીમાં બની છે. અહીં છેલ્લા 23 વર્ષથી સ્થાયી થયેલા બોરસદના 49 વર્ષીય કિરણ પટેલ ડીડી’સ ફુડ માર્ટ નામના ગેસ સ્ટેશન અને સ્ટોરનું સંચાલન કરતા હતા. જ્યાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


કેમ કરી હત્યા?

કેમ કરી હત્યા?

યુનિયન પબ્લિક સેફ્ટી વિભાગને 16 સપ્ટેમ્બરની રાત્રે સાઉથ પિંક્ની સ્ટ્રીટ પર આવેલા ડીડી’સ ફુડ માર્ટ પાસે ગોળીબારના સમાચાર મળ્યા હતા. પોલીસ પહોંચી ત્યારે સ્ટોરના પાર્કિંગ લોટમાં કિરણ પટેલની ગોળી મારીને હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. ઘટનાસ્થળ પર સ્ટોરના આગળના બારીમાંથી ગોળીઓ લાગ્યાના નિશાન અને શેલ કેસિંગ્સ મળ્યા છે. કોરોનરના કાર્યાલયે તેમને 49 વર્ષીય કિરણ પટેલ તરીકે ઓળખ કરી છે. કિરણ બેનના બે બાળકો છે જેમાં એક દીકરો છે જે યુકેમાં અને એક દીકરી જે કેનેડામાં વસવાટ કરે છે. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, હુમલાકર્તા લૂંટ કરવા આવ્યા હતા પરંતુ કિરણ પટેલ તેમને પૈસા આપતા પહેલાં જ તેઓએ ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટના ત્યારે બની જ્યારે કિરણ સ્ટોરમાં એકલા હતા. જેના કારણે તેમને કોઈ મદદ મળી નહીં. આ હત્યા યુનિયન કાઉન્ટીમાં 24 કલાકમાં બીજી હત્યા છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.


આ ઘટનાથી અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં શોકની લહેર

જાણવા મળ્યા અનુસાર યુનિયન પબ્લિક સેફ્ટી વિભાગ અને કાઉન્ટી કોરોનરનું કાર્યાલય તપાસ કરી રહ્યા છે. હજુ સુધી કોઈ આરોપી પકડાયો નથી. પરંતુ પોલીસે વીડિયો ફૂટેજ અને અન્ય પુરાવા એકત્ર કર્યા છે. આ ઘટના અન્ય એક હત્યા સાથે જોડાયેલી છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે. કિરણ પટેલ ગુજરાતી મહિલા હોવાથી અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં આ ઘટનાથી શોકની લહેર ફરી છે. તેઓએ તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને પોલીસને ત્વરિત કાર્યવાહીની અપીલ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top