ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ પર લાગ્યો 440 વૉલ્ટનો ઝટકો, કોર્ટે ગણાવ્યો ગેરકાયદેસર, જાણો શું બોલ્યા અમેરિકન રાષ્ટ્રપતિ?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કોર્ટના નિર્ણયનો પલતવાર કર્યો, જેમાં તેમની મોટાભાગની ટેરિફ નીતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું કે તેમની ટેરિફ નીતિ અકબંધ છે અને તેઓ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘બધા ટેરિફ અત્યારે પણ લાગૂ છે! એક પક્ષપાતી કોર્ટે ખોટી રીતે કહ્યું કે અમારા ટેરિફ હટાવવા જોઈએ, પરંતુ આખરે અમેરિકાની જીત થશે.’ તેમણે ચેતવણી આપી કે જો ટેરિફ હટાવવામાં આવશે તો તે દેશ માટે ‘સંપૂર્ણ આપત્તિ’ હશે, જેનાથી અમેરિકા આર્થિક રીતે નબળું થઈ જશે.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હવે મોટી વેપાર ખાધ અને અન્ય દેશોની અનુચિત નીતિઓને સહન નહીં કરે. લેબર ડે સપ્તાહના અંતે, આપણે યાદ રાખવું જોઈએ કે ટેરિફ એ આપણા કામદારો અને ‘મેડ ઇન અમેરિકા’ ઉત્પાદનો બનાવતી કંપનીઓ માટે સૌથી મોટું હથિયાર છે. સુપ્રીમ કોર્ટની મદદથી, અમે તેનો ઉપયોગ દેશના હિતમાં કરીશું અને અમેરિકાને ફરીથી મજબૂત બનાવીશું.’
ટ્રમ્પે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ આ ટેરિફને વાજબી ઠેરવ્યા. આ કાયદાનો ઉપયોગ સામાન્ય રીતે કટોકટીમાં સંપત્તિ સ્થિર કરવા અથવા પ્રતિબંધો લાદવા માટે થાય છે. ટ્રમ્પ આ કાયદા હઠળ ટેરિફ લાદનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
વોશિંગ્ટન ડીસી સ્થિત અમેરિકન કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પે કટોકટીની શક્તિઓનો ઉલ્લેખ કરીને ટેરિફ લગાવીને પોતાના અધિકારથી આગળનું પગલું ઉઠાવ્યું છે. કાયદો રાષ્ટ્રપતિને કટોકટીમાં ઘણા પગલાં લેવાની મંજૂરી આપે છે, પરંતુ તેમાં ટેરિફ અથવા કર લાદવાની શક્તિનો સમાવેશ થતો નથી.’ આ નિર્ણય સાથે એપ્રિલમાં લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફ અને ફેબ્રુઆરીમાં ચીન, કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા કેટલાક ડ્યુટી રદ કરવામાં આવ્યા છે. જો કે, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાદવામાં આવેલા અન્ય ટેરિફ પ્રભાવિત નહીં થાય.
કોર્ટે કહ્યું કે, કોંગ્રેસનો ક્યારેય રાષ્ટ્રપતિને અમર્યાદિત ટેરિફ લાદવાની સત્તા આપવાનો ઇરાદો નહોતો. આ નિર્ણય 5 નાના અમેરિકન વ્યવસાયો અને 12 ડેમોક્રેટ શાસિત રાજ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો હતો, જેમાં દલીલ કરવામાં આવી હતી કે બંધારણ હેઠળ, રાષ્ટ્રપતિને નહીં, પરંતુ કોંગ્રેસને જ ટેરિફ લગાવવાનો અધિકાર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp