બાબા વેંગાની 2025ની આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ રહી છે!? ભવિષ્ય માટેની આગાહીઓ,પણ જાણો
બલ્ગેરિયન ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ દુનિયાભરમાં સૌથી વધારે પ્રખ્યાત છે. તેમની ઘણી બધી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી છે. તેથી દર વર્ષે તેમની ભવિષ્યવાણીઓની વ્યાખ્યા કરવામાં આવે છે. વર્ષ 2025માં જ બાબા વેંગાની એવી અનેક ભવિષ્યવાણીઓ સાચી પડતી જોવા મળી રહી છે. માનવજાતિને ભારે નુકસાન, યુદ્ધમાં હજારો લોકોના જીવ જવા, મ્યાનમાર સહિત કેટલાય દેશોમાં ભૂકંપ આ ઉપરાંત બીજી કેટલીય કુદરતી આપત્તિઓ વગેરે.
1911માં બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાનું અસલ નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. તેમણે 12 વર્ષની ઉંમરમાં પોતાની દ્રષ્ટિ ખોઈ દીધી હતી. જો કે દ્રષ્ટિ ખોયા બાદ એવું કહેવાય છે કે, તેમનામાં ભવિષ્ય જોવાની શક્તિ આવી ગઈ હતી. જો કે બાબા વેંગાનું નિધન થઈ ચૂક્યું છે. પરંતુ તેમણે પોતાના મૃત્યુ પહેલા દર વર્ષે થનારી ઘટનાઓની ભવિષ્યવાણી એક નોટમાં કેદ કરી હતી. વર્ષ 2025 માટે પણ તેમને ઘણું બધું કહ્યું હતું, જે ધીમે ધીમે સામે આવી રહ્યું છે.
વર્ષ 2025માં યુરોપમાં એક મોટો સંઘર્ષ થશે, જેની આ મહાદ્વીપની વસ્તી પર ગંભીર પ્રભાવ પાડશે. યુરોપીયન સંઘર્ષ, ભારત-પાકિસ્તાન વચ્ચે બનેલા યુદ્ધ જેવા હાલાત, અંતરિક્ષની દુનિયામાં નવી શોધો, વાદળ ફાટવા, જંગલોમાં આગ, જ્વાલામુખી ફાટવા જેવી આફતો આવવાની અનેક ભવિષ્યવાણીઓ વર્ષ 2025માં સાબિત થઈ ચૂકી છે. બાબા વેંગાની સાચી પડેલી ભવિષ્યવાણીઓમાં 9/11 હુમલો, રાજકુમારી ડાયનાનું મોત, બરાક ઓબામાનું અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવું, પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા પણ સામેલ છે.
2028માં માનવ શુક્ર ગ્રહની શોધ કરશે, દુનિયામાંથી ભૂખમરો દૂર થશે. 2033માં ધ્રુવીય હિમખંડોના ઓગળવાથી સમુદ્રનું જળસ્તર ઉલ્લેખનીય રીતે વધશે. 2043માં યુરોપ ઈસ્લામીક દેશ બની જશે. 2046માં કૃત્રીમ અંગોનું મોટા પાયે ઉત્પાદન થશે. 2046માં અમેરિકા પર્યાવરણ વિધ્વંસક હથિયારની શોધ કરશે. 2076માં સમાજમાં જાતિ વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખતમ થશે. 2084માં કુદરતી આપોઆપ પુર્નજીવિત કરવાનું શરૂ કરશે. 2088માં એક વાયરસ લોકોમાં ઝડપથી વૃદ્ધાવસ્થા લાવશે. 2097માં વાયરસનો ઈલાજ શોધાશે.
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ એક સમય એવો આવશે કે જ્યારે સૂર્ય ઠંડો પડવા લાગશે. ત્યારે માણસ સૂર્યને ગરમ કરવાની કોશિશ કરશે. એટલે સુધી કે 2 આર્ટિફિશિયલ સૂર્ય પણ બનાવશે. જેની ટક્કરથી ધરતી પર થોડી વાર માટે અંધારું છવાઈ જશે. એલિયન્સ સાથે સંપર્ક થશે અને પછી આવી ઘણી બધી ભવિષ્યવાણીઓ બાબા વેંગા દ્વારા કરવામાં આવી છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, જેની Sidhi Khabar કોઈ પુષ્ટિ કરતું નથી.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp