આ મુસ્લિમ દેશમાં ૧૫ દિવસ માટે ભાડા પર મળે છે 'પત્ની'! સાચી હકીકત જાણી તમે પણ ચોંકી જશો! જાણો
કોઈ અજાણ્યા દેશમાં મુસાફરી કરવાની થાય તો સામાન્ય રીતે સૌથી પહેલા આપણે સારા ગાઈડની શોધ કરીએ. જો કે, એક એવો દેશ પણ છે જ્યાં પ્રવાસીઓને પત્નીઓ આપવામાં આવે છે. પ્રવાસીઓ તેમની પસંદગીની સ્ત્રીને થોડા સમય માટે પોતાની પત્ની તરીકે રાખે છે અને પછી સફર પૂરી થયા પછી તેને છૂટાછેડા આપી દે છે. જેને 'પ્લેઝર મેરેજ' કહેવામાં આવે છે. અને આ 'પ્લેઝર મેરેજ' એ દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશમાં થાય છે.
દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં, ખાસ કરીને ઇન્ડોનેશિયામાં પ્લેઝર મેરેજ એક મુખ્ય ઉદ્યોગ બની ગયો છે. ઘણી સ્ત્રીઓ આજીવિકા મેળવવા અને પૈસા કમાવવા માટે પ્લેઝર મેરેજ કરે છે. આ ઇન્ડોનેશિયાના પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપે છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગની જેમ, એવા દલાલો છે જે પ્રવાસીઓને તેમની પસંદની સ્ત્રીઓ સાથે મેચ કરે છે, તેમના લગ્ન ગોઠવે છે. ઇન્ડોનેશિયામાં તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પરંતુ, તેના વિરુદ્ધ કોઈ કડક કાયદા ઘડવામાં આવ્યા ન હોવાથી, તે ખૂબ ફૂલીફાલી રહ્યું છે.
દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા સૌથી મોટો ટુરિઝમ ડેસ્ટિનેશન પણ છે. અહીં ફરવા આવતા પ્રવાસીઓને અહીંની છોકરીઓ સાથે પ્લેઝર મેરેજ કરવાની પણ તક મળે છે. ઈન્ડોનેશિયાના પુંકાકમાં ઓછી આવકવાળા પરિવારોની યુવતીઓ પૈસાના બદલામાં પુરુષ પર્યટકો સાથે શોર્ટ મેરેજ કરી લે છે. તેમનો હેતુ પર્યટકોને પ્લેઝર આપીને પૈસા રળવાનો છે. મુતાહ નિકાહ તરીકે ઓળખાતી આ પ્રથા અહીં આકર્ષક ઉદ્યોગ તરીકે ઊભરી છે. તે પર્યટન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે.
એક રિપોર્ટ મુજબ 28 વર્ષની ઈન્ડોનેશિયાની મહિલા કાહાયાએ અસ્થાયી પત્ની હોવાના કષ્ટદાયક અનુભવને વર્ણવ્યો હતો. તેણે 15થી વધુ વખત પશ્ચિમી એશિયન પર્યટકો સાથે લગ્ન કર્યા છે. આ કામમાં અધિકારીઓ અને એજન્ટનો પણ ભાગ હોય છે. રકમ કાપ્યા બાદ મહિલાને અડધી રકમ મળે છે.
તેણીએ 17 વર્ષની ઉંમરે પહેલા પ્લેઝર મેરેજ કર્યા હતા. ત્યારે તેના દાદા-દાદીએ એક પ્રવાસીને જોયો જે થોડા સમય માટે કન્યા શોધી રહ્યો હતો. સાઉદી અરેબિયાનો આ પ્રવાસી 50 વર્ષનો હતો. તેણે તેની સાથે લગ્ન કરવા માટે $850 એટલે કે આશરે 70,000 રૂપિયા ચૂકવ્યા હતા. ઇન્ડોનેશિયામાં તેના રોકાણ દરમિયાન, કહાયા તેની સાથે તેની પત્ની તરીકે રહેતી હતી, પરંતુ પછી તેઓએ છૂટાછેડા થઇ ગયા. ગુજરાન ચલાવવા માટે કહાયાએ પ્લેઝર મેરેજ અપનાવ્યું. અને કહાયાએ 15 થી વધુ વખત લગ્ન કર્યા છે. જો કે, તેના એક લગ્ન એક ભયાનક અનુભવ હતો.
કહાયાના જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયાના એક પુરુષે તેણીને થોડા દિવસો માટે તેની સાથે રહેવા કહ્યું. આ પ્લેઝર મેરેજ માટે, તે પુરુષે $2,000 દહેજ અને $500 માસિક આપવાનું વચન આપ્યું હતું. કહાયાને આ સોદો ગમ્યો અને તે તેની સાથે સાઉદી અરેબિયા ગઈ. જો કે ત્યાં કહાયાની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. તે પુરુષે તેની સાથે ગુલામ કરતાં પણ ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું અને તેને પૈસા આપવાનો પણ ઇનકાર કરી દીધો. કોઈક રીતે, કહાયા ભાગી જવામાં અને તેના દેશમાં પાછા ફરવામાં સફળ રહી. જો કે હવે ઇન્ડોનેશિયામાં આનંદ લગ્નની આવી વાર્તાઓ સામાન્ય બની રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp