ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત સાથે દગો કર્યો? પાકિસ્તાન સાથે આ યાદીમાં નાખ્યું નામ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સાથે દગો કર્યો છે. 50% ટેરિફ લાદ્યા બાદ, તેમણે હવે ભારતને ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદન અને તસ્કરીના આરોપી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. આ યાદીમાં ભારતનું નામ પાકિસ્તાન અને ચીન જેવા દેશો સાથે સામેલ છે. અમેરિકન વહીવટીતંત્રનો આરોપ છે કે આ દેશો ગેરકાયદેસર ડ્રગ્સ અને તેમના ઉત્પાદનમાં વપરાતા ખતરનાક રસાયણોનું ઉત્પાદન કરી રહ્યા છે, જેથી અમેરિકન નાગરિકો જોખમમાં મુકાઈ રહ્યા છે.
ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસને સુપરત કરેલા અહેવાલમાં કુલ 23 દેશોનો સમાવેશ કર્યો છે, જેમાં ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદન અને તસ્કરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેળ પ્રેસ નોટ અનુસાર, આ દેશોમાં ભારત, ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં ભારતનું નામ ડ્રગ ટ્રાન્ઝિટ દેશ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. જો કે, તેમાં ડ્રગ તસ્કરી સામે ભારતના કડક પગલાંની પણ પ્રશંસા પણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ નિર્ધારણ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ભારતે ડ્રગ તસ્કરી સામે કડક પગલાં લીધાં છે.
આ અહેવાલ મુજબ, ચીન એવા દેશોમાં સૂચિબદ્ધ છે જે ડ્રગ ઉત્પાદનમાં વપરાતા રસાયણોનું ગેરકાયદેસર ઉત્પાદન કરે છે. તાલિબાનના કારણે અફઘાનિસ્તાન સતત અફીણ ઉત્પાદન માટે યાદીમાં છે, જ્યારે ડ્રગ કાર્ટેલ અને ટ્રાંઝિટને કારણે પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ટ્રમ્પે ખાસ કરીને ચીનને આવા રસાયણો બનાવનારા ગુનેગારો સામે કાર્યવાહી કરવા કહ્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિએ ખાસ કાયદા હેઠળ નિર્ણય લેવાની જરૂર હોય ત્યારે આ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. ટ્રમ્પ પોતે બ્રિટનની મુલાકાતે છે ત્યારે વ્હાઇટ હાઉસે આ રિપોર્ટ અમેરિકન સંસદને મોકલ્યો હતો. આ દરમિયાન, સોમવારે, અમેરિકન આર્મીએ વેનેઝુએલાના ડ્રગ દાણચોરોને લઈ જતી બોટ પર હુમલો કર્યો હતો, જેમાં 3 લોકો માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે આ ઘટના અંગે મીડિયાને માહિતી આપી હતી અને દાણચોરોને ‘નાર્કો-આતંકવાદી’ કહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો X પર વાયરલ થયો છે, જેમાં અમેરિકન સૈના બોટને તબાહ કરતું બતાવવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp