અમદાવાદ બાદ વધુ એક શહેરમાં દાદાનું બોલડોઝર ફરી વળ્યું, પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો પર મેગા

અમદાવાદ બાદ વધુ એક શહેરમાં દાદાનું બોલડોઝર ફરી વળ્યું, પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો પર મેગા ડિમોલિશન; જુઓ વીડિયો

09/18/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદ બાદ વધુ એક શહેરમાં દાદાનું બોલડોઝર ફરી વળ્યું, પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો પર મેગા

અમદાવાદ, જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છ જેવા જિલ્લાઓમાં સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેનું મોટો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, રાજ્યમાં સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહી યથાવત રહેશે. તો આજે ગાંધીનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવને કારણે સ્થાનિક વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. તંત્રએ સ્પષ્ટપણે કહ્યું છે કે માત્ર ગેરકાયદેસર અને સરકારી જમીન પરના દબાણ જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.


ગાંધીનગરમાં મેગાડિમોલિશન

ગાંધીનગરમાં મેગાડિમોલિશન

રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે વહેલી સવારથી ગાંધીનગર જિલ્લા પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500થી વધુના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંકના દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાબરમતી નદીના કિનારે આવેલા પેથાપુર, ચરેડી અને GEB જેવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગરીબ પરિવારોના 700થી વધુ કાચા-પાકા મકાનોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. તેના માટે બુલડોઝર અને JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, તંત્રની આ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.


આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ

આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ

આ અંગે ગાંધીનગર SP રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, આજ સવારે 4:00 વાગ્યાથી R&B અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયા છે તે દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમો કોર્પોરેશન તરફથી અને R&B તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે. આ કાર્યવાહીનો હેતુ 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો છે. આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.

આ ડ્રાઈવમાં 115 જેટલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ આ 115 દબાણકર્તાઓને ગેરકાયદેસર બાંધકામોના સંબંધમાં આધાર-પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરના રોજ આ દબાણકર્તાઓને 7 દિવસની અંદર બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા માટે અંતિમ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. શહેરી વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top