મોદી બાદ PM પદના દાવેદાર કોણ હશે? જાણો શું છે દેશની જનતાનો મિજાજ
દેશનો મૂડ જાણવા માટે, ઇન્ડિયા ટૂડેએ C-વોટર સાથે મળીને ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વે હાથ ધર્યો છે. સર્વેનું સેમ્પલ સાઈઝ 2,06,826 હતું. જ્યારે સર્વેની તારીખ 1 જુલાઈ 2025 થી 14 ઓગસ્ટ 2025ની વચ્ચે હતી. સર્વે દરમિયાન લોકોને પૂછવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી બાદ PM પદ માટે કોણ દાવેદાર છે? તેના પર લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ભાજપમાં PM પદ માટે 3 ચહેરા દાવેદાર તરીકે રાખવામાં આવ્યા હતા. સર્વેમાં ખુલાસો થયો છે કે 28 ટકા લોકોએ અમિત શાહને પસંદ કર્યા છે. આ રીતે, તેઓ જનતા તરફથી આ રેસમાં આગળ જોવા મળે છે. લોકોએ આગામી વિકલ્પ દેખાયો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથમાં. 26 ટકા લોકોએ તેમને આગામી PM પદના દાવેદાર તરીકે પસંદ કર્યા છે. તો લોકોએ ત્રીજા વિકલ્પ તરીકે નીતિન ગડકરીમાં સૌથી ઓછો રસ દર્શાવ્યો છે અને તેમને માત્ર 7 ટકા મત મળ્યા છે. MOTN સર્વેમાં જ્યારે પૂછવામાં આવ્યું કે આગામી PM તરીકે શ્રેષ્ઠ ચહેરો કોણ છે? ત્યારે 52 ટકા લોકોએ અત્યારે પણ PM નરેન્દ્ર મોદીને પસંદ કર્યા. જ્યારે રાહુલ ગાંધીને માત્ર 25 ટકા મત મળ્યા છે.
આ સવાલના જવાબમાં 28 ટકા લોકોએ કહ્યું કે ખૂબ સારું, 22 ટકા લોકોએ કહ્યું- સારું, 16 ટકા લોકોની નજરમાં રાહુલ ગાંધીનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે, 15 ટકા લોકોનું માનવું છે કે તેમનું પ્રદર્શન ખરાબ છે અને 12 ટકા લોકોનું માનવું છે કે વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે.
સર્વેનું સેમ્પલ સાઇઝ
ઇન્ડિયા ટુડે C વોટર મૂડ ઓફ ધ નેશન સર્વેમાં 1 જુલાઈથી 14 ઓગસ્ટ 2025 દરમિયાન દેશના તમામ રાજ્યો અને લોકસભા મતવિસ્તારોમાં તમામ વય જૂથો, જાતિ, ધર્મ અને લિંગના 54788 પુખ્ત વયના લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 અઠવાડિયામાં 1 લાખ 52 હજાર 38 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તેમાં અભિપ્રાયનું વિશ્લેષણ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ રીતે, કુલ 2 લાખ 6 હજાર 826 લોકોના મંતવ્યોનું તારણ હવે તમારી સામે છે. આ આંકડાઓમાં વ્યાપક સ્તર પર 3 ટકા અને સૂક્ષ્મ સ્તર પર 5 ટકા માર્જિન એરર હોઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp