કરણ જોહરની આ ફિલ્મની ઓસ્કાર 2026માં સત્તાવાર એન્ટ્રી

કરણ જોહરની આ ફિલ્મની ઓસ્કાર 2026માં સત્તાવાર એન્ટ્રી

09/20/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

કરણ જોહરની આ ફિલ્મની ઓસ્કાર 2026માં સત્તાવાર એન્ટ્રી

ભારતમાંથી ઓસ્કાર 2026 માટે સત્તાવાર એન્ટ્રીની ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI)એ શુક્રવારે કોલકાતામાં માહિતી આપી હતી કે, દિગ્દર્શક નીરજ ઘાયવાનની ફિલ્મ હોમબાઉન્ડ’ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરી માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના પ્રોડક્શન હાઉસના ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ‘હોમબાઉન્ડમાં વિશાલ જેઠવા, ઇશાન ખટ્ટર અને જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 26 સપ્ટેમ્બર, 2025ના રોજ ભારતના થિયેટરોમાં રીલિઝ થશે.


‘હોમબાઉન્ડ’ને કાન અને TIFFમાં મળી હતી આંતરરાષ્ટ્રીય પ્રશંસા

‘હોમબાઉન્ડ’ને કાન અને TIFFમાં મળી હતી આંતરરાષ્ટ્રીય પ્રશંસા

આ ફિલ્મને પહેલેથી જ આંતરરાષ્ટ્રીય મંચો પર પ્રશંસા મળી છે. તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, જ્યારે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF 2025)માં તેને પીપલ્સ ચોઇસ એવોર્ડ માટે બીજા ઉપવિજેતાનું સ્થાન હાંસલ થયું. ઓસ્કારની યાત્રા હવે શરૂ થશે. એકેડેમી 16 ડિસેમ્બર 2025ના રોજ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોની શોર્ટલિસ્ટ્સ રજૂ કરશે. ત્યારબાદ છેલ્લા 5 નામાંકિતોને 22 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. ઓસ્કારનો 98મો સમારોહ 15 માર્ચ 2026ના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાશે.


મધર ઇન્ડિયાર્ગુ લાપતા લેડિઝ સુધી

મધર ઇન્ડિયાર્ગુ લાપતા લેડિઝ સુધી

ભારત 1957થી ઓસ્કાર માટે ફિલ્મો મોકલી રહ્યું છે. તે વર્ષે મહેબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ ભારતની પ્રથમ સત્તાવાર એન્ટ્રી બની હતી, જે હજી પણ ક્લાસિક માનવામાં આવે છે. ગયા વર્ષે કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડિઝ’ ભારત તરફથી મોકલવામાં આવી હતી. તેમ છતા તે ફિલ્મ ટોપ 15 શોર્ટલિસ્ટમાં સ્થાન બનાવી શકી નહોતી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે દરેકની નજર ‘હોમબાઉન્ડ’ પર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ ન માત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરશે, પરંતુ ઓસ્કારમાં નામાંકન હાંસલ કરીને દેશનું ગૌરવ વધાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top