‘પાકિસ્તાન-બાંગલાદેશ ઘર જેવા લાગ્યા’વાળા નિવેદન પર સેમ પિત્રોડાની સ્પષ્ટતા, જાણો શું બોલ્યા

‘પાકિસ્તાન-બાંગલાદેશ ઘર જેવા લાગ્યા’વાળા નિવેદન પર સેમ પિત્રોડાની સ્પષ્ટતા, જાણો શું બોલ્યા

09/20/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

‘પાકિસ્તાન-બાંગલાદેશ ઘર જેવા લાગ્યા’વાળા નિવેદન પર સેમ પિત્રોડાની સ્પષ્ટતા, જાણો શું બોલ્યા

કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ પાકિસ્તાનને લઈને આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમ થઈ ગયું છે. ભાજપે આ અંગે કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર જોરદાર નિશાન સાધ્યું છે. મામલો આગળ વધ્યા બાદ, સેમ પિત્રોડાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે પાકિસ્તાન અંગેની તેમની ટિપ્પણીનો હેતુ ભારત સાથેના તેના વહેંચાયેલા ઇતિહાસ પર ભાર મૂકવાનો હતો. સેમ પિત્રોડાએ કહ્યું કે તેમનો હેતુ આતંકવાદ, રાજકીય તણાવ અને પડકારોને અવગણવાનો નહોતો.


સેમ પિત્રોડાની X પર ટ્વીટ

સેમ પિત્રોડાની X પર ટ્વીટ

પિત્રોડાએ X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘જો મારા શબ્દોથી ઠેસ પહોંચી છે તો હું સ્પષ્ટ કરવા માગું છું કે મારો હેતુ ક્યારેય કોઇની પીડાને ઓછી આંકવાની કે યોગ્ય ચિંતાઓને ઓછી આંકવાનો નહોતો. મારો હેતુ અન્ય લોકો વાતચીત, સહાનુભૂતિ અને ભારત પોતાને કેવી રીતે જુએ છે, બીજા તેને કેવી રીતે જુએ છે, તેની બાબતે જમીની અને જવાબદાર દૃષ્ટિકોનને પ્રોત્સાહન આપવાનો હતો.’ 

શુક્રવારે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ IANSને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઘર જેવું ઘર લાગ્યું હતું. આપની વિદેશ નીતિએ પહેલા પડોશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શું આપણે પડોશીઓ સાથેના સંબંધોને મજબૂત બનાવી શકીએ? હું પાકિસ્તાન ગયો છું અને ત્યાં ઘર જેવું લાગ્યું છે. બાંગ્લાદેશ અને નેપાળમાં એવું જ લાગ્યું. મને લાગે છે કે હું વિદેશમાં નથી.’


ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

તેમના નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પિત્રોડાને પાકિસ્તાનના પ્રિય ગણાવ્યા અને આતંકવાદી રાષ્ટ્ર સાથે તેમની નિકટતા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, ‘આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાન દ્વારા પહલગમ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આપણાં સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. શું કોઈ દેશભક્ત કહી શકે છે કે આતંકવાદી દેશ પાકિસ્તાન તેના ઘર જેવું છે, પરંતુ રાહુલ ગાંધીની નજીકના સહાયક આમ કહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top