બિહારની ચૂંટણી, જુમ્માનો દિવસ અને ખાનકાહ મસ્જિદ... રાહુલ ગાંધીની આ તસવીર કેમ રાજીવ ગાંધીની યાદ

બિહારની ચૂંટણી, જુમ્માનો દિવસ અને ખાનકાહ મસ્જિદ... રાહુલ ગાંધીની આ તસવીર કેમ રાજીવ ગાંધીની યાદ અપાવી રહી છે?

08/23/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

બિહારની ચૂંટણી, જુમ્માનો દિવસ અને ખાનકાહ મસ્જિદ... રાહુલ ગાંધીની આ તસવીર કેમ રાજીવ ગાંધીની યાદ

બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં ‘વોટર અધિકાર યાત્રા’ પર નીકળ્યા છે. આ અનુસંધાને જ્યારે તેઓ જમાલપુર (મુંગેર) પહોંચ્યા, તો તેમણે ત્યાંની પ્રખ્યાત ખાનકાહ રહેમાની મસ્જિદની મુલાકાત લીધી. મય દરમિયાન લેવાયેલી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. તેમાં, રાહુલ ગાંધી બરાબર એ જ જગ્યા પર બેઠા જોવા મળે છે જ્યાં તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી એક સમયે બેઠા હતા.


આ મસ્જિદનો ગાંધી પરિવાર સાથે જૂનો સંબંધ

આ મસ્જિદનો ગાંધી પરિવાર સાથે જૂનો સંબંધ

ખાનકાહ રહમાની મસ્જિદનો ગાંધી પરિવાર સાથે જૂનો સંબંધ છે. વર્ષ 1985માં રાજીવ ગાંધી અહીં ગયા હતા અને અહીં બેસીને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. હવે લગભગ 4 દાયકા બાદ રાહુલ ગાંધીની એજ તસવીર સામે આવતા, લોકો તેને ઇતિહાસનું પુનરાવર્તન માની રહ્યા છે.

રાહુલ ગાંધી રવિવારે સાસારામથી શરૂ થયેલી તેમની યાત્રાના છઠ્ઠા દિવસે જમાલપુર પહોંચ્યા હતા. અહીં તેઓ મસ્જિદના મૌલાનાને મળ્યા. આ દરમિયાન RJD નેતા તેજસ્વી યાદવ પણ તેમની સાથે હાજર હતા. NDTVના અહેવાલ મુજબ, મસ્જિદ પરિસરમાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી.


આઝાદીની લડાઈ સાથે જોડાયેલુ છે આ ધાર્મિક સ્થળ

આઝાદીની લડાઈ સાથે જોડાયેલુ છે આ ધાર્મિક સ્થળ

વર્ષ 1901માં મૌલાના મોહમ્મદ અલી મુંગરી દ્વારા સ્થાપિત ખાનકાહ રહમાની મસ્જિદ માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ સામાજિક સુધારા અને સ્વતંત્રતા સંગ્રામની સાક્ષી પણ રહી છે. જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધી જેવા ઘણા મહાન વ્યક્તિત્વો પણ અહીં જઇ ચૂક્યા છે. મસ્જિદ સાથે સંકળાયેલી સંસ્થાએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ઘણા ક્રાંતિકારીઓને સહયોગ આપ્યો હતો.

ધાર્મિક મહત્ત્વની સાથે-સાથે ખાનકાહ રહમાની પાસે એક શૈક્ષણિક શાખા પણ છે, જેની સ્થાપના 1927માં થઈ હતી. આજે આ રહમાની ફાઉન્ડેશન હેઠળ કાર્ય કરે છે. અહીં, JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સ્માર્ટ ક્લાસરૂમથી કરવામાં આવે છે. આ સંસ્થા ઘણા વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બની છે. રાહુલ ગાંધીની આ તસવીર ચૂંટણીની મોસમમાં ન માત્ર રાજકીય સંદેશ તો આપી રહી છે, પરંતુ લોકોને રાજીવ ગાંધીના યુગની યાદો સાથે પણ જોડી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top