શું ખરેખર ભાત ખાવાથી વજન અને સુગર ઝડપથી વધે છે? જાણી લો સત્ય! બેફીકર બનીને ખાશો ભાત, પણ આ રીતે..!?
સામાન્ય રીતે મોટાભાગના લોકો માને છે કે, ચોખા એટલે કે ભાત ખાવાથી વજન અને શુગર લેવલ વધી જાય છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ના. ભાત આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર, ભાતને જો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, ભાત જો દિવસના સમયે ખાવામાં આવે તો શરીર તેને સારી રીતે પચાવી શકે છે અને તેનાથી બ્લડ શુગર પણ બેલેન્સ રહે છે.
શરીરનું મેટાબોલિઝમ અને ઈંસુલિન સેંસિટિવિટી દિવસના સમયે વધારે સક્રીય હોય છે. તેથી જો બપોરે ભોજનમાં ભાત ખાવામાં આવે તો શરીર ભાતને એનર્જીમાં બદલી દે છે. આમ, બપોરે ભાત ખાવાથી તે ફેટમાં વધારતા નથી. અને તેનાથી બ્લડ શુગર લેવલ પણ ઝડપથી વધતું નથી. વધુમાં તે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જ્યારે સાંજે અને રાત્રે શરીરનું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. તેથી ચોખા જેવા કાર્બોહાઈડ્રેટ રિચ ફુડ ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. અને ફેટ સ્ટોરેજ પણ વધારે થાય છે. આ જ કારણે રાત્રે ભાત કે પચવામાં ભારે હોય તેવો ખોરાક ન લેવો જોઈએ. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ડાયાબિટીસ હોય તેવા લોકોએ લો જીઆઈ લેવલ ધરાવતા ચોખા ખાવા જોઈએ. જેમકે બ્લાઉન રાઈસ, રેડ રાઈસ અથવા બ્લેક રાઈસ. ભાતને એકવાર પકાવી ઠંડા કરી ફરી ગરમ કરીને ખાવાથી શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ સિવાય બપોરે ભાતની માત્રા સંતુલિત રાખો અને તેની સાથે દાળ, શાક સહિતની વસ્તુઓ ખાવી જેથી શુગર સ્લાઈક્સ ઓછું થાય છે. ઉપરંત રોટલી સાથે ભાત લેવાના હોય તો અડધો કપ જ ભાત લેવા જોઈએ. આ સાથે ભાતમાં પ્રોટીન એડ કરીને ખાવાથી વધું ફાયદો આપે છે. તેમાં લીંબુ પણ ઉમેરી દેવું જેથી તેની ગ્લાઈસેમિક ઈફેક્ટ ઓછી થઈ જાય છે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp