સરદારવલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અગાઉ નર્મદા નદીના કિનારે મોટી દુર્ઘટના! ભેખડ ધસી પડતા 3 મજ

સરદારવલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અગાઉ નર્મદા નદીના કિનારે મોટી દુર્ઘટના! ભેખડ ધસી પડતા 3 મજૂર દબાયા, મોત

10/27/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સરદારવલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અગાઉ નર્મદા નદીના કિનારે મોટી દુર્ઘટના! ભેખડ ધસી પડતા 3 મજ

31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોખંડી પુરુષ સરદારવલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી થવાની છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટિય એકતા પરેડ અને દિલ્હી રાજપથ જેવી મેગા પરેડ યોજાવાની છે. જેને લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ થઈ રહેલા વિવિધ વિકાસના કામો-ખાત મુહૂર્તને લોકર્પણના કામો વહેલીતકે પૂરા કરવા માટે તંત્ર દોડતું થયું છે, ત્યારે નર્મદા નદી કિનારે ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પાડવાની ઘટના સામે આવી છે.


નર્મદા કિનારે ગોરા ઘાટના નવીનીકરણની કામગીરી દરમિયાન દુર્ઘટના

નર્મદા કિનારે ગોરા ઘાટના નવીનીકરણની કામગીરી દરમિયાન દુર્ઘટના

મળતી માહિતી મુજબ, નર્મદા કિનારે ગોરા ઘાટના નવીનીકરણની કામગીરીમાં નજીકમાં જ પ્રોટેક્શન વૉલ બનાવવા દરમિયાન અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં અકતેશ્વર ગામના રહેવાસી ત્રણ શ્રમિકો દટાયા હતા. દુર્ઘટનાને પગલે સ્થાનિક ફાયર ફાઈટર અને પોલીસની ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ બાદ ત્રણેય શ્રમિકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ ગમખ્વાર ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ, ઘટનાને પગલે સ્થળ પર અકતેશ્વર ગામના લોકો ઉમટી પડ્યા હતા.

મૃતકોની ઓળખ રોહિત રણછોડ તડવી (ઉંમર 45 વર્ષ), દીપક ભાણા તડવી (ઉંમર 40 વર્ષ), શૈલેષ કનુ તડવી (ઉંમર 37 વર્ષ)ના રૂપમાં થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વરસાદી માહોલ વચ્ચે અચાનક ભેખડ ધરાશાઈ થતા દુર્ઘટના બની હતી.


આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ

આ દુર્ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને તેમણે ઘટનાસ્થળે વિરોધ પ્રદર્શન કર્યું. ગ્રામજનોએ માગ કરી છે કે, કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવે કારણ કે કામમાં સુરક્ષા વ્યવસ્થાઓની ગંભીર ઉણપ હત. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસ માટે મોટા પાયે કામ ચાલુ છે, પરંતુ કામદારોની સુરક્ષા પર ધ્યાન નથી આપવામાં આવ્યું.

આ મુદ્દે હજુ સુધી સત્તાવાર કોઈપણ જાણકારી મળી નથી. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે, જો વરસાદ બંધ થયા બાદ કામગીરી શરૂ કરી હોત તો આ દુર્ઘટના ઘટી ન હોત. આ ઘાટના નિર્માણ અથવા નવીનીકરણ દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન થયું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top