ફરી બની કાળજું કંપાવતી વિમાની દુર્ઘટના, હવામાં ઉડતું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થઈ નીચે ટ્રકો..., જાણો વિગતે
આ વર્ષે વિમાની દુર્ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના ટેક્સાસમાં ટેરન્ટ કાઉન્ટી સ્થિત હિક્સ એરફિલ્ડ નજીક એક નાનું વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી અનુસાર, રવિવારે બપોરે લગભગ 1:30 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી. જ્યારે ઉડતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ નીચે ટ્રકોના પાર્કિંગ પર પડ્યું હતું.
WHY DOES THIS KEEP HAPPENING SO MUCH LATELY A small aircraft crashed near Hicks Airfield in Tarrant County, Texas, bursting into flames and igniting multiple tractor-trailers in a fiery blaze pic.twitter.com/PLtgRNqXQm — Culture War Intel (@CultureWar2020) October 12, 2025
WHY DOES THIS KEEP HAPPENING SO MUCH LATELY A small aircraft crashed near Hicks Airfield in Tarrant County, Texas, bursting into flames and igniting multiple tractor-trailers in a fiery blaze pic.twitter.com/PLtgRNqXQm
આ વિમાન ક્રેશ થયા બાદ નોર્થ સેગિનો બુલવર્ડ પર આવેલા એક પાર્કિંગ લોટમાં પાર્ક કરેલા અઢાર-વ્હીલર (18-wheeler) ટ્રકો અને ટ્રેલરો પર પડ્યું હતું. અને આ અથડામણના કારણે જોરદાર આગ ભડકી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી દેખાયા હતા. અહેવાલ મુજબ નજીકનું એક કોમર્શિયલ બિલ્ડિંગ પણ આગની લપેટમાં આવી ગયું છે. માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન સિરસ એસઆર-22 (Cirrus SR-22) છે. હાલમાં એ વાતની સત્તાવાર પુષ્ટિ મળી નથી કે વિમાને ક્યાંથી ઉડાન ભરી હતી અને ક્યાં જઈ રહ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી ક્રૂ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. જો કે, આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે વ્યક્તિના મૃત્યુ થયા છે, જેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સદભાગ્યે, જમીન પર અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોવાને કારણે કોઈને ઈજા કે જાનહાની થઈ નથી. આ ઘટના અંગે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ને જાણ કરવામાં આવી છે, અને બંને એજન્સીઓ ક્રેશના કારણની તપાસ શરૂ કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp