‘કુરાન ન વાંચવાની જિદને કારણે થઈ હત્યા, આ જગ્યાએ બનેલી ત્રિપલ મર્ડરની ઘટના પર મોટો ખુલાસો
બાગપતના ગંગનૌલી ગામની મસ્જિદ એક સમયે દરરોજ સવારે કુરાનના પાઠથી ગુંજી ઉઠતી હતી. નમાજ બાદ બાળકો મુફ્તી ઇબ્રાહિમ પાસે કુરાન શીખવા આવતા. તે જ ઓરડા હવે શાંત છે, કારણ કે ત્યાં 3 મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં મૌલાનાની પત્ની ઇસરાના, અને તેની બે નાની દીકરીઓનો સમાવેશ થાય છે.
મુફ્તી ઇબ્રાહિમ વર્ષોથી બાળકોને કુરાન શીખવી રહ્યો હતો. રીહાન નામનો એક કિશોર કુરાન શીખવા માટે તેની પાસે આવતો હતો. શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ ધીમે-ધીમે રીહાનનો અભ્યાસમાં રસ ઓછો થવા લાગ્યો. મુફ્તી તેને વારંવાર ઠપકો આપતો, તો ક્યારેક લાફો પણ ઝીંકી દેતો. તેની પત્ની ઇસરાનાએ પણ તેને અનુશાસનમા રાખવાનો પ્રયાસ કરતી. કદાચ તેને ખબર નહોતી કે આ કડકાઈ એક દિવસ જીવલેણ સાબિત થશે.
રીહાનની અંદર ધીમે-મોઢે ગુસ્સો અને નફરત વધવા લાગી. કુરાનથી દુરીએ થવાથી તેના હૃદયમાં બદલાનું ઝેર ભેળવી લીધું. થોડા દિવસો અગાઉ, તેણે એક સાથી સાથે કાવતરું રચ્યું હતું, જે તેને વારંવાર ઠપકો આપતો હતો તેને સજા આપવા માગતો હતો.
એક રાત્રે રીહાન મસ્જિદમાં ચૂપચાપ ઘૂસી ગયો. સૌથી પહેલા તે CCTV DCR રૂમમાં ઘૂસી ગયો અને ફૂટેજ ડિલીટ કરી. ત્યારબાદ તે મૌલાનાની પત્ની જ્યાં સૂતી હતી એ રૂમમાં ગયો. હાથમાં હથોડી હતી, તેણે વિચાર્યા વિના હુમલાઓનો મારો ચલાવ્યો. સેકન્ડોમાં બધું ખતમ થઈ ગયું.
મૌલાનાની 5 વર્ષની દીકરી જાગી ગઈ. તેણે બધું જોઇ લીયું. તેણે ચીસો પાડી અને ભાગી, પરંતુ રીહાને તેને પણ પતાવી દીધી. તેણે સૌથી નાના બાળકને પણ ન બક્ષ્યું. એક જ ક્ષણમાં ત્રણ નિર્દોષ લોકોના પ્રાણ પખેરું ઊડી ગયા. ઘટના અગાઉના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે, જેમાં રીહાન અને તેનો સાથી મસ્જિદમાં પ્રવેશતા અને DCR રૂમમાં જતા દેખાય છે. પછી કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા.
જ્યારે મૌલાના ઇબ્રાહિમ દેવબંદથી પાછા ફર્યા, ત્યારે તેની દુનિયા વિખેરાઈ ગઈ. તેની આંખોમાં આંસુ સુકાઈ ગયા અને તેના હોઠ પર એક પ્રશ્ન હતો કે, ‘શું આ તેના શિક્ષણનો પુરસ્કાર હતો?’ તેણે કહ્યું કે- ‘મારી દીકરીએ થોડા સમય પહેલા મને મેસેજ કર્યો હતો. અબબૂ, રીહાન જેવું રમકડું લાવજો. મને ખ્યાલ નહોતો કે રીહાન મારી દીકરીઓનો જીવ લઈ લેશે. આજે જે મસ્જિદમાં કુરાન એક સમયે ગુંજતું હતું, ત્યાં ફક્ત શોક છે અને દિવાલો હજુ પણ સાક્ષી છે. કેવી રીતે એક અવજ્ઞાકારી શિષ્યએ તેના શિક્ષકની દુનિયાનો બરબાદ કરી દીધી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp