01/27/2022
રાજસ્થાનના જયપુર જિલ્લાથી લગભગ 80 કિલોમીટર દૂર અલવર જિલ્લામાં સ્થિત ભાણગઢ કિલ્લો દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષે છે. તે ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાંનું એક સ્થળ છે. આ નિર્જન ભૂમિ વિશે ઘણી દંતકથાઓ અને વાર્તાઓ છે, જે તમને મુલાકાત માટે ચોક્કસપણે ઉત્સાહિત કરશે. કિલ્લામાં ઘણા મંદિરો છે જેમાં ભગવાન સોમેશ્વર, ગોપીનાથ, મંગળા દેવી અને કેશવ રાયના મંદિરો મુખ્ય છે. આ મંદિરોની દિવાલો અને સ્તંભો પર કરાયેલી કોતરણી પરથી અંદાજ લગાવી શકાય છે કે આ આખો કિલ્લો કેટલો સુંદર અને ભવ્ય હશે. ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા કરાયેલા ખોદકામથી મજબૂત પુરાવા મળ્યા છે કે આ કિલ્લો એક પ્રાચીન ઐતિહાસિક સ્થળ છે. હાલમાં, આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર કરે છે.
ભાણગઢની વાર્તા રહસ્યમય અને ખૂબ જ રસપ્રદ છે. ભાણગઢ કિલ્લો 1573 માં આમેરના રાજા ભગવંત દાસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. 16મી સદીમાં, રાજા સવાઈ માન સિંહના નાના ભાઈ રાજા માધો સિંહે આ કિલ્લાને તેમનું નિવાસસ્થાન બનાવ્યું હતું.