વર્ષો પહેલા અપમૃત્યુ, કાળા કપડાવાળી મહિલા... : જાણો આ હોન્ટેડ જગ્યા ‘બ્લેક બિલ્ડીંગ’ વિશે

વર્ષો પહેલા અપમૃત્યુ, કાળા કપડાવાળી મહિલા... : જાણો આ હોન્ટેડ જગ્યા ‘બ્લેક બિલ્ડીંગ’ વિશે

02/02/2022 Magazine

SidhiKhabar

SidhiKhabar

વર્ષો પહેલા અપમૃત્યુ, કાળા કપડાવાળી મહિલા... : જાણો આ હોન્ટેડ જગ્યા ‘બ્લેક બિલ્ડીંગ’ વિશે

વિશ્વમાં આમ તો ઘણી અલૌલિક ઘટના બનતી રહે છે. અમુક જગ્યાઓ વિશે લોકોમાં એવી માન્યતા હોય છે કે ત્યાં ભૂતપ્રેતનો વાસ છે તેમજ રાત્રે કોઈ જઈ શકતું નથી. આવી હોન્ટેડ જગ્યાઓ વિશે કેટલીક ચોંકાવનારી વાતો પણ સામે આવતી રહી છે, જેમાં ભારતની ઘણી જગ્યાઓ સામેલ થાય છે. સુરત ખાતે પોશ એરિયા પાર્લે પોઈન્ટમાં આવેલ પથિક એપાર્ટમેન્ટ વિશે પણ લોકોમાં કંઇક આવી જ માન્યતા જાણવા મળે છે.


આ બિલ્ડીંગનું બાંધકામ અધવચ્ચે અટકી ગયું હતું.

પથિક એપાર્ટમેન્ટને ‘બ્લેક બિલ્ડીંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલી નજરે બિલ્ડીંગ સાવ ખંડેર દેખાય છે. ઘણાં વર્ષોથી આ બિલ્ડીંગ ખાલી રહ્યું છે, તેમાં કોઈ રહેતું નથી. કહેવાય છે કે આ બિલ્ડીંગના બાંધકામ દરમિયાન અહીંના સિક્યુરિટી ગાર્ડનું આકસ્મિક મૃત્યુ થયું હતું. આ રહસ્યમય મૃત્યુ બાદ ત્યાં કામ કરનારા લોકોને ભયાવહ અનુભવ થયા હતા, જેથી બાંધકામ અધવચ્ચે અટકી ગયું હતું. ત્યારબાદ અહીં કોઈએ જવાની હિંમત નથી કરી.


થોડા સમય પહેલા આવું કંઇક જોવા મળ્યું હતું.

થોડા સમય પહેલા આવું કંઇક જોવા મળ્યું હતું.

આ બિલ્ડીંગમાં થોડા સમય પહેલા સાંજના સમયે એક મહિલા કાળા કપડામાં બિલ્ડીંગની કોઈ અગાસીમાં આંટા મારી રહી હતી. લોકો દ્વારા વાત જાણવા મળી હતી કે એ મહિલા અલગ જ અંદાજમાં બાલ્કનીમાં આળોટી રહી હતી. જોકે, ત્યારપછી કોઈ ઘટના સામે આવી નથી.

સુરત જેવી મોર્ડન સિટીમાં આવી અજુગતી ઘટના બનવી એ ભાગ્યે જ માનવામાં આવે છે.જોકે, માનવું ન માનવું એ અંગત બાબત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top