મધ્યપ્રદેશના આ જાણીતા ભાજપ અને કોંગ્રેસના નેતાના કથિત લગ્નની તસ્વીરો થઈ વાયરલ, જુઓ
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશીના પુત્ર અને શિવરાજની સરકારમાં મંત્રી રહેલા ભાજપ નેતા દીપક જોશીએ કોંગ્રેસના મહિલા નેતા પલ્લવી રાજ સક્સેનાના સાથે લગ્ન કર્યાના સમાચાર સોશિયલ મીડિયા પર ફોટા સાથે વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ કથિત લગ્નએ રાજકીય ગલીયારામાં ચર્ચા ઉભી કરી છે. પરંતુ હજુ સુધી આ કપલ દ્વારા લગ્નની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, દીપક જોશી અને પલ્લવી રાજ સક્સેનાએ 4 ડિસેમ્બરના રોજ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. વાયરલ ફોટોઝમાં બંને પરંપરાગત રીતે લગ્ન વિધિમાં જોવા મળે છે. અહીં આ કથિત લગ્નનો એક મુખ્ય મુદ્દો બંનેની ઉંમરનો તફાવત પણ છે. માહિતી મુજબ, પલ્લવી રાજ સક્સેના ભાજપ નેતા દીપક જોશી કરતા 20 વર્ષ નાના છે. તો જોશી 63 વર્ષના હોવાનું કહેવાય છે. અહીં સોશિયલ મીડિયા પર અમુક લોકો તેમના આ કથિત લગ્નને સમર્થન આપી રહ્યા છે. દીપક જોશીના આ ત્રીજા લગ્ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એક માહિતી મુજબ, પલ્લવી રાજ સક્સેના દ્વારા પોતે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ કથિત લગ્નના કેટલાક ફોટા શેર કર્યા હતા. ને બાદમાં તેને ડિલીટ કરવામાં આવ્યા. હવે તે ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. તો કોંગ્રેસના નેતા બ્રિજેન્દ્ર શુક્લાએ પણ આ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દીપક જોશી દેવાસ જિલ્લાના બાગલી વિધાનસભા મતવિસ્તારમાંથી ત્રણ વખત MLA રહી ચૂક્યા છે. તેઓ 1983થી BJPમાં જોડાયેલા છે અને 2003માં પહેલીવાર MLA બન્યા હતા. અહીં વર્ષ 2023માં પાર્ટીથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ બાદમાં કોંગ્રેસ સરકારના પતન અને ભાજપની વાપસી બાદ તેઓ ફરીથી BJPમાં જોડાઇ ગયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp