શું હકીકતમાં અરવલ્લીની પર્વતમાળા જોખમમાં છે? કેન્દ્ર સરકારે આપ્યો સ્પષ્ટ જવાબ

શું હકીકતમાં અરવલ્લીની પર્વતમાળા જોખમમાં છે? કેન્દ્ર સરકારે આપ્યો સ્પષ્ટ જવાબ

12/23/2025 National

SidhiKhabar

SidhiKhabar

શું હકીકતમાં અરવલ્લીની પર્વતમાળા જોખમમાં છે? કેન્દ્ર સરકારે આપ્યો સ્પષ્ટ જવાબ

અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ કુદરતી વારસાના રક્ષણ માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ફક્ત 100 મીટરથી ઊંચી ટેકરીઓને જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણવામાં આવશે. કોર્ટના નિર્ણય બાદ ઘણા નિષ્ણાતોએ આ ચુકાદા સામે વાંધો ઉઠાવ્યો છે, અને દાવો કર્યો છે કે અરવલ્લી પર્વતમાળામાં 90% થી વધુ ટેકરીઓ 100 મીટરથી ઓછી ઉંચી છે, જેના કારણે મોટાભાગની પહાડીઓનું અસ્તિત્વ જોખમમાં છે. કેન્દ્ર સરકારે હવે અરવલ્લી પર્વતમાળાને લગતા વિવાદ પર નિવેદન આપ્યું છે.


કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં આ દિશામાં નક્કર પગલાં લીધા છે: ભૂપેન્દ્ર યાદવ

કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં આ દિશામાં નક્કર પગલાં લીધા છે: ભૂપેન્દ્ર યાદવ

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અંગે ચાલી રહેલી ચર્ચા પર સ્પષ્ટ વલણ અપનાવતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં આ દિશામાં નક્કર પગલાં લીધા છે. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રીન અરવલ્લી મૂવમેન્ટ અને ગ્રીન ઇન્ડિયા મિશન જેવી પહેલોએ દેશમાં ગ્રીન વિકાસને નવી દિશા આપી છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે 2014માં દેશમાં ફક્ત 24 રામસર સાઇટ્સ(આંતરરાષ્ટ્રીય મહત્ત્વના વેટલેન્ડ સાઇટ્સ) હતી, પરંતુ હવે આ સંખ્યા વધીને 96 થઈ ગઈ છે.


આક્ષેપોનું કર્યું ખંડન

આક્ષેપોનું કર્યું ખંડન

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, અરવલ્લી આપણા દેશની સૌથી જૂની પર્વતમાળા છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે એક ચૂકાદો આપ્યો જેના પર ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. મેં આ નિર્ણય જોયો, હું કહેવા માંગુ છું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં, અરવલ્લીની ટેકરીઓ વધુ વિકસી છે. કોર્ટના ચૂકાદામાં કહેવામાં આવ્યું હતું કે અરવલ્લીના રક્ષણ અને ઉન્નતિ માટે પગલાં લેવા જોઈએ. ટેકરીઓ ખાસ કરીને હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં વધી છે. અમે દિલ્હીના ગ્રીન બેલ્ટ તરફ કામ કર્યું છે.

પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, "અરવલ્લીની ટેકરીઓ અંગે કોર્ટના આદેશમાં ટોચ મીટરની આવશ્યકતા લઘુત્તમ સ્તર છે. હું સ્પષ્ટ કરી દઉં કે NCRમાં ખનનની મંજૂરી નથી, તેથી પ્રશ્ન જ ઉભો થતો નથી. ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ નવી ખાણકામ લીઝ આપવામાં આવશે નહીં. અરવલ્લીના મુખ્ય વિસ્તારોમાં ખાણકામની મંજૂરી નથી.

પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરવલ્લી પર્વતમાળાના મુદ્દા પર જાણકારી આપતા કહ્યું કે, "અરવલ્લી પર્વતમાળાના કુલ 1.44 લાખ ચોરસ કિલોમીટરમાંથી માત્ર 0.19% વિસ્તાર ખાણકામ માટે લાયક છે. બાકીનો અરવલ્લી સંરક્ષિત અને સુરક્ષિત છે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top