વાવાઝોડું 'સેન્યાર' ભારતના આ રાજ્યોમાં મચાવશે તબાહી, ગુજરાત સહિત આ રાજ્યો માટે આ ચેતવણી જાહેર, જાણો
આગાહી મુજબ કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આવનારા 24 કલાક આ રાજ્યો માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. બંગાળની ખાડીના ઉપરના ભાગમાં એક શક્તિશાળી ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં જ શક્તિશાળી ચક્રવાત સેન-યારમાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડાના કારણે અંદામાન અને નિકોબાર, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે, જેના પગલે IMD દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ મુજબ, આ લો-પ્રેશર એરિયા 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. બંગાળની ખાડીમાં આ સિસ્ટમ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલી છે. આ ચક્રવાત 27 થી 30 નવેમ્બરની વચ્ચે લેન્ડફોલ કરશે. જો કે, લેન્ડફોલ પહેલાં તે દક્ષિણના રાજ્યોમાં નોંધપાત્ર તબાહી મચાવી શકે છે. આ સમય દરમિયાન 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે.
દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યોમાં, તમિલનાડુ માટે 23 થી 26 નવેમ્બર સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદ, આંધી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ખતરાની સંભાવના છે. જ્યારે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ૨૩ થી ૨૫ નવેમ્બર દરમિયાન ઓરેન્જ એલર્ટ લાગુ કરાયું છે. અહીં ગુન્ટુર, કર્નૂલ, તિરુપતિ સહિતના વિસ્તારોમાં વીજળી સાથે તોફાની વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સરકારે તૈયારીઓ તેજ કરી છે, પરંતુ કોઈપણ મોટા નુકસાનથી બચવા માટે લોકોએ પણ સતર્ક રહેવું જરૂરી છે.
ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ શરૂ થયો છે. મેદાની વિસ્તારોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે પંજાબ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ સહિત ઉત્તર ભારતના આકાશમાં ધુમ્મસની પાતળી ચાદર છવાઈ ગઈ છે. આગામી બે થી ત્રણ દિવસમાં મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન થોડું વધી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp