માણસાઈ મરી પરવારી! માત્ર 101 રૂપિયા માટે મિત્રોએ જ સીનિયરની કરી દીધી હત્યા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મિત્રતાને શરમસાર કરનારી ઘટના સામે છે. એક મિત્રએ પોતાના જ મિત્રની હત્યા કરી દીધી. આ ઘટનાનો ખુલાસો થયો છે. રિકવરી કંપનીમાં કામ કરતા મિત્રોએ માત્ર 101 રૂપિયાના વિવાદમાં પોતાના જ સીનિયર શશી પ્રકાશ ઉપાધ્યાયની હત્યા કરી દીધી હતી. ગાઝીપુર પોલીસે હત્યામાં સંડોવાયેલા બે શંકાસ્પદોની ધરપકડ કરી છે, જ્યારે એક હજુ પણ ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે.
ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો શશી પ્રકાશ એક રિકવરી કંપનીમાં સીનિયર હતો. આરોપી અખિલેશ, પ્રિન્સ અને અંગદ તેની સાથે પાર્ટ ટાઇમ કામ કરતા હતા. શશીએ અખિલેશને 800 રૂપિયા ઉછીના આપ્યા હતા. અખિલેશે શૂઝ ખરીદીને 699 રૂપિયા એડજસ્ટ કરી લીધું અને માત્ર 101 રૂપિયા પરત કર્યા. તેને લઈને ફોન પર ઝઘડો થયો અને વિવાદ એ હદ સુધી વધ્યો કે આરોપીએ યુવાનને પાઠ ભણાવવા માટે ફોન કરીને બોલાવ્યો અને મારામારી કરી.
આરોપીએ શશિને ફોન કરીને બોલાવ્યો અને મારમારી શરૂ કરી દીધી. મારામારી દરમિયાન કાચનો ટુકડો માથા પર વાગ્યો હતો. જેથી શશિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું. પોલીસે કામતા બસ સ્ટેન્ડ નજીક અખિલેશ અને પ્રિન્સની ધરપકડ કરી હતી, જ્યારે અંગદ હજુ પણ ફરાર છે. પોલીસે ઘટનામાં વપરાયેલી બાઇક પણ જપ્ત કરી છે.
DCP પૂર્વ શશાંક સિંહના જણાવ્યા અનુસાર, હત્યા માત્ર 101 રૂપિયાને લઈને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવી હતી. ત્રણેય મૃતકના મિત્રો હતા અને સાથે કામ કરતા હતા. ફરાર આરોપીની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ થવાની અપેક્ષા છે. પોલીસ આરોપીના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp