દિવાળીમાં કર્મચારીઓને ઓછું બોનસ આપવું કંપનીને ભારે પડ્યું, ભોગવવું પડ્યું આટલું નુકસાન, જાણો
દિવાળીના તહેવારમાં દરેક કર્મચારી બોનસની આશા રાખતા હોય છે. અને સામે સારી કંપનીઓ કે સંસ્થાઓ પણ સારા એવા પ્રમાણમાં બોનસ કે ભેટો આપતી હોય છે. પરંતુ કેટલીક કંપનીઓ સદ્ધર હોવા છતાં પણ બોનસમાં કંજુસાઈ કરે છે. આવા જ એક કિસ્સામાં કંપનીને કંજૂસાઈને પરિણામે આર્થિક નુકશાન સહન કરવું પડ્યું હતું. રોષે ભરાયેલા કર્મચારીઓએ એવો પાઠ ભણાવ્યો કે કંપની હવે બીજીવાર આવી કંજુસાઈ કરવાનું જોખમ નહિ લે.
મળતી માહિતી પ્રમાણે, યુપીના આગ્રામાં લખનઉ એક્સપ્રેસ વે પર બોનસ ઓછું મળતાં ટોલ પ્લાઝાના કર્મચારીઓ ગુસ્સે ભરાયાં હતા. અને આ ગુસ્સામાં કર્મચારીઓએ ટોલ પ્લાઝાના ગેટ જ ખોલી નાખ્યાં અને વાહન ચાલકોને મફતમાં જવા દીધા. આ પછી 10 કલાક સુધી વાહનો ફ્રીમાં જતા રહ્યાં. કર્મચારીઓએ ટોલ ફ્રી કરી દેતાં એક્સપ્રેસવે પર 5,000 થી વધુ વાહનો ટોલ ભર્યા વિના પસાર થયા. પરિણામે કંપનીને 30 લાખનું બેઠું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
બન્યું એવું હતું કે, ફતેહાબાદ ટોલ ટેક્સ કર્મચારીઓને દિવાળીનું ઓછું બોનસ મળ્યું હતું. ગઈ વખતે 5000 રુપિયાનું બોનસ મળ્યું હતું, જ્યારે આ વખતે કંપનીએ ખાલી 1100 રુપિયા જ આપ્યાં હતા. તેમણે વધુ બોનસની માગ કરી હતી. પરંતુ મેનેજરે ન આપતાં તેમણે આવું પગલું ભર્યું હતું.
તેથી શનિવારે રાત્રે, ગુસ્સે ભરાયેલા કર્મચારીઓએ ટોલ ગેટ ખોલી નાખ્યા, બૂમ બેરિયર્સ ઉભા કર્યા. અને પછી, ધનતેરસ પર હજારો વાહનો ટોલ ચૂકવ્યા વિના પસાર થયા. મેનેજરે પહેલા કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ ના પાડી. પછી, તેઓએ પોલીસને ફોન કર્યો. આ ઘટના બાદ અધિકારીઓમાં હડકંપ મચ્યો હતો અને કર્મચારીઓને જેમ તેમ કરીને સમજાવીને કામ પર પાછા લવાયા જે પછી ટોલ ઉઘરાવાનું કામ શરુ કરાયું હતું. પરંતુ આટલા સમય ટોલ ટેક્ષ ઉઘરાવવાનું બંધ રહેતાં 30 લાખનું નુકશાન થયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp