ગુજરાતના આ જાણીતા સિંગરની ગંભીર આરોપો હેઠળ ધરપકડ, બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મો માટે સંગીત આપ્યુ

ગુજરાતના આ જાણીતા સિંગરની ગંભીર આરોપો હેઠળ ધરપકડ, બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મો માટે સંગીત આપ્યું છે, જાણો સમગ્ર મામલો

10/24/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ જાણીતા સિંગરની ગંભીર આરોપો હેઠળ ધરપકડ, બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મો માટે સંગીત આપ્યુ

બોલિવૂડમાં પ્રખ્યાત એવા ગુજરાતના જાણીતા સંગીતકાર સામે ગંભીર આરોપ નોંધવામાં આવ્યો છે. અને આ કેસમાં બોલિવૂડની પ્રખ્યાત સંગીતકાર જોડી સચિન-જીગરના સચિન સંઘવીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે એક 19 વર્ષની યુવતીએ તેના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે, સચિને તેનું જાતીય શોષણ કર્યું છે. તેની ફરિયાદના આધારે, પોલીસે સચિનને પૂછપરછ અને તપાસ માટે અટકાયતમાં લીધો છે. પરંતુ સચિન સંઘવી કે પોલીસે આ મામલે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી.


યુવતીની ફરિયાદ

યુવતીની ફરિયાદ

પોલીસમાં દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, 19 વર્ષીય યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, "ફેબ્રુઆરી 2024માં સચિન સંઘવીએ તેને ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે, હું તને આલ્બમમાં એક તક આપીશ. આ મેસેજ પછી, બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી. યુવતીએ કહ્યું કે તેણે તેને આલ્બમ પર વધુ ચર્ચા કરવા માટે મ્યુઝિક સ્ટુડિયોમાં બોલાવી હતી. સ્ટુડિયોમાં મુલાકાત દરમિયાન, સચિને અચાનક તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. યુવતીએ પોતાની ફરિયાદમાં એવો આરોપ પણ લગાવ્યો છે કે તેણે લગ્નનું વચન આપીને તેનું જાતીય શોષણ કર્યું... ત્યારબાદ, ગર્ભવતી થયા પછી, તેણે ગર્ભપાત કરાવવા માટે દબાણ પણ કર્યું. જો કે, સચિન તરફથી કોઈ જવાબ ન મળતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી."

જો કે તેમના વકીલ આદિત્ય મિઠેએ આ સમગ્ર કથિત આરોપોનો જવાબ આપ્યો છે. આદિત્ય મિઠેએ સચિન સંઘવીની અટકાયતને 'ગેરકાયદેસર' ગણાવી કહ્યું હતું કે, 'મારા અસીલ સામેની એફઆઈઆરમાં કરાયેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને આધાર વગરના છે. આ કેસમાં કોઈ જ તથ્ય નથી. પોલીસ દ્વારા મારા અસીલની અટકાયત ગેરકાયદેસર હતી અને તેથી જ તેમને તાત્કાલિક જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. અમારો ઇરાદો બધા આરોપોનો સંપૂર્ણ અને સ્પષ્ટ રીતે બચાવ કરવાનો હતો.'


ઘણી સુપરહિટ હિન્દી ફિલ્મો માટે સંગીત આપ્યું

ઘણી સુપરહિટ હિન્દી ફિલ્મો માટે સંગીત આપ્યું

ઉલ્લેખનીય છે કે સચિન સંઘવી મૂળ ગુજરાતી છે અને તેણે ઘણી સુપરહિટ હિન્દી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. સચિન સંઘવીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તેણે અત્યાર સુધીમાં એ.આર. રહેમાન, અમિત ત્રિવેદી, અનુ મલિક, નદીમ શ્રવણ, સંદેશ શાંડિલ્ય જેવા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું છે. ઉપરાંત, તેણે ઇન્ડસ્ટ્રીને ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. ભારતમાં #MeToo મૂવમેન્ટ શરૂ થઈ ત્યારથી, મનોરંજન ઉદ્યોગની ઘણી હસ્તીઓ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે, અને હવે સચિનનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top