દીપિકા પાદુકોણે શેર કરી દીકરી 'દુઆ'ની પહેલી ઝલક, ચાહકોએ પ્રેમ વર્ષાવતા કહ્યું - આ તો નાનકડી દીપિકા...', જુઓ તસ્વીરો
આ દિવાળીએ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહે પોતાના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. પહેલીવાર આ કપલે તેમની દીકરી દુઆ પાદુકોણ સિંહનો ચહેરો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. દિવાળીના દિવસે ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા દુઆના ફોટોઝ હાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે અને કમેન્ટ સેક્શનમાં ફેન્સ તેના પર ભરપુર પ્રેમ વરસાવી રહ્યા છે.
આ દિવાળીના શુભ અવસર પર, દીપિકા અને રણવીરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સુંદર ફેમિલી ફોટો શેર કર્યો હતો. જેમાં આ કપલ તેમની નાનકડી દીકરી દુઆ સાથે જોવા મળે છે. ફોટામાં લાલ રંગના કપડામાં દુઆ હસતી જોવા મળી રહી છે. જેને સૌ ચાહકોનું દિલ જીતી લીધું છે. ઉલ્લેખનીય છે કે, ગયા જ વર્ષે 8 સપ્ટેમ્બર 2024ના રોજ દીપિકાએ પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારથી જ લોકો તેમની નાની રાજકુમારીની ઝલક જોવા આતુર હતા.
સોશિયલ મીડિયામાં નાનકડી દુઆના આ પહેલા ફોટો પર ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ સતત કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રી અનન્યા પાંડેએ લખ્યું, "ઓ માય ગોડ." જ્યારે હંસિકા મોટવાણીએ કોમેન્ટ કરી હતી કે, "કેટલી ક્યુટ છે." ગૌહર ખાનએ લખ્યું હતું કે, "આશીર્વાદ! ખુદા તમારા પરિવારને પ્રેમ, પ્રકાશ, સુરક્ષા અને સમૃદ્ધિ પ્રદાન કરે." જ્યારે એક ચાહકે લખ્યું હતું કે, "સૌથી સુંદર દિવાળી ગિફ્ટ," તો બીજાએ કોમેન્ટ કરી કે, "દુઆ બિલકુલ મમ્મી જેવી લાગી રહી છે." અભિનેત્રી બિપાશા બાસુએ પણ લખ્યું હતું કે, દુઆ તો નાની દીપિકા લાગે છે. ભગવાન તેનું ભલું કરે.
View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)
A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)
આ જાણીતા કપલના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ 6 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થનારી પોતાની નવી ફિલ્મ ધુરંધર માટે તૈયારી કરી રહ્યો છે. ત્યારબાદ તે ડોન 3ની શૂટિંગ શરૂ કરશે. જ્યારે દીપિકા પાદુકોણ અલ્લુ અર્જુન સાથે એટલીની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે અને શાહરુખ ખાનની ફિલ્મ કિંગની શૂટિંગ પણ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp