વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને પરેશાની ઉઠાવવી પડી હતી
હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા, અપરએર સર્ક્યૂલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 29 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.
24 ઓક્ટોબરના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદામાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
25 ઓક્ટોબરના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.
26-29 ઓક્ટોબર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે, ઓક્ટોબરના એન્ડમાં પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના લીધે દેશ સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થશે. સામાન્ય રીતે શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જ હોય છે. મેરી ટેડિયન સી તરફથી આવતા હોય છે. આ ઉપર એન્ટાર્કટિક સમુદ્રની અસર થતી હોય છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ ઘઉં પાકને ફાયદો થતો હોય છે.