વડોદરા બાદ હવે સુરતના ગરબા ગ્રાઉન્ડમાંથી સામે આવી અશ્લીલ હરકતો! નવરાત્રીના નામે ધંધો કરી રહેલા આયોજકો શું કરી રહ્યા છે?જુઓ વિડિયો
નવરાત્રી પવિત્રતા, આસ્થા, ભક્તિ અને ઊર્જાસભર તહેવાર મનાય છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રિના પર્વનું વિશેષ મહત્વ છે. પરંતુ આ વખતે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ગરબાના મેદાનમાં અશ્લીલ હરકતો ચર્ચાનું કેન્દ્ર બની છે. જે તહેવારનું મહત્વ અને પવિત્રતા ખંડિત કરે છે. અને ધર્મના નામે દુષણ ફેલાવે છે. ગુજરાતના વડોદરાના ગરબા ગ્રાઉન્ડના કપલના અશ્લીલ વીડિયોને લોકોએ ભારે વખોડ્યો હતો. ત્યારે હવે સુરતમાં ડુમસ રોડ ખાતે એક નવરાત્રિમાં સોફા પર બેસી કપલ અશ્લીલ હરકત કરી રહ્યું છે. જેનો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
માહિતી અનુસાર સુરતમાં વિવિધ જગ્યાઓ પર આયોજિત ગરબાના કાર્યક્રમમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા પહોંચી રહ્યાં છે. જેમાંથી એક નવરાત્રિનો એક અશ્લીલ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ગરબામાં ખેલૈયાઓ માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં એક સોફામાં યુવક બેઠો છે અને તેના ખોળામાં યુવતી બેઠી છે. આ દરમિયાન બંને વાતચીત કરી રહ્યાં છે. સાથે યુવક યુવતી સાથે અશ્લીલ હરકત કરી રહ્યો છે. નવરાત્રિમાં ગરબા ગ્રાઉન્ડ પર આ પ્રકારની હરકતો બિલકુલ સ્વીકાર્ય નથી.
ત્યારે સવાલ એવા ઊભા થઈ રહ્યા છે કે આવી ઘટનાઓને રોકવા આયોજકો દ્વારા કોઈ ચોક્કસ પગલા લેવાય રહ્યા છે કે કેમ? શું આ રીતે આપણે કારી શકીશું આપણા ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ. આવી ઘટનાઓ માટે કોણ જવાબદાર? માતાજીના આ પવિત્રતાથી ભરેલા ઊર્જાસભર તહેવારનું આયોજન કરનારાઓએ આવી ઘટનાઓની જવાબદારી લેવી જ રહી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp