ભાવનગરમાં લગ્નના દિવસે જ વરરાજા થયો ઘાતકી, દુલ્હન પર ક્રૂરતા આચરી ભાગી છૂટ્યો, જાણો

ભાવનગરમાં લગ્નના દિવસે જ વરરાજા થયો ઘાતકી, દુલ્હન પર ક્રૂરતા આચરી ભાગી છૂટ્યો, જાણો

11/15/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભાવનગરમાં લગ્નના દિવસે જ વરરાજા થયો ઘાતકી, દુલ્હન પર ક્રૂરતા આચરી ભાગી છૂટ્યો, જાણો

ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્નના દિવસે જ ભાવિ પતિએ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. અચાનક થયેલા આ ઘાતકી હુમલાએ પરિવાર જનોને સ્તબ્ધ કરી દીધા છે. મૃતક યુવતીના પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. ભાવનગરમાં આ ખૂની ખેલ ખેલાયા બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાએ આખા વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે.


ઘરમાં જ હત્યાને અંજામ

ઘરમાં જ હત્યાને અંજામ

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોની રાઠોડના આજે સાજન નામના યુવક સાથે લગ્ન હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. તેમજ છ મહિનાથી બંને લિવ ઈન રિલેશનશિપમાં પણ રહેતા હતા. આજે પરિવારની સહમતીથી તેમના લગ્ન લેવાયા હતા. પરંતુ લગ્નના દિવસે જ આ દંપતી વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેના પરિણામે સાજને છરી વડે યુવતી પર ઘાતક હુમલો કર્યો અને તેની હત્યા કરીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.


આરોપીની સંડોવણી સ્પષ્ટ

ઘટનાની જાણ થતાં જ ભાવનગર સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમને બોલાવીને ઘટનાસ્થળની તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે આરોપી સાજનની ધરપકડ માટે વિવિધ ટીમોની રચના કરી શોધખોળ હાથ ધરી છે. યુવતીના ઘર બહાર તોડફોડ કરાયાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાની વાતો પ્રસરી રહી છે. જો કે પોલીસે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પ્રાથમિક તપાસમાં આરોપીની સંડોવણી સ્પષ્ટ થઈ છે. તેથી તેને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કારી દીધી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top