ગુજરાતમાં છેલ્લા કટલાક સમયથી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી. પહેલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું ગૂચાવાયેલું કોકડું ઉકેલાયું અને સીઆર પાટિલના સ્થાને જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યા. આ સાથે જ એવી અટકળો તેજ થઈ ગઈ કે દાદાના મંત્રી મંડળમાં ફેરફાર થવાના છે, અને પછી અચાનક ગુરુવારે સાંજે તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવાયા. ત્યારબાદ આજે નવા મંત્રી મંડળે શપથગ્રહણ કરી લીધા છે. ચાલો તો આગળ જાણીએ કોને કયો હવાલો મળ્યો છે.
ભુપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી)
હર્ષ સંઘવી, (નાયબ મુખ્યમંત્રી)
કેબિનેટ મંત્રી તરીકે ઋષિકેશ પટેલ, જીતુભાઈ વાઘાણી, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળીયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકીએ શપથ લીધા છે.
તો રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો ઇશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા, મનિષા વકીલના ફાળે ગયો છે.
રાજ્યકક્ષાના મંત્રીઓ તરીકે કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, પ્રવીણ માલી, સ્વરૂપ ઠાકોર, જયરામ ગામીત, રિવાબા જાડેજા, પી.સી. બરંડા સંજય મહિડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા, કૌશિક વેકરિયાએ શપથ લીધા છે.
નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા છે.