NDA કે INDIA… બિહારમાં કોની બનશે સરકાર? આવ્યો ચોંકાવનારો સર્વે

NDA કે INDIA… બિહારમાં કોની બનશે સરકાર? આવ્યો ચોંકાવનારો સર્વે

10/07/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

NDA કે INDIA… બિહારમાં કોની બનશે સરકાર? આવ્યો ચોંકાવનારો સર્વે

બિહારમાં ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ વખતે કોણ સરકાર બનાવશે. શું NDA સત્તામાં પાછું આવશે, શું RJD સત્તા સંભાળશે, કે પછી PK કઈક રંગ બતાવશે?? આ અંગે એક સર્વે સામે આવ્યો છે. તેમાં પક્ષોના વોટ શેર અને દરેક પક્ષ કેટલી બેઠકો જીતી શકે છે તેની વિગતો આપવામાં આવી છે.

IANS-Matrize દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં NDA માટે જીતની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેમાં લગભગ 50 ટકા વોટ શેર બતાવવામાં આવ્યો છે. તો RJDના નેતૃત્વ હેઠળના વિપક્ષ સખત ટક્કર આપે તેવી અપેક્ષા છે. સર્વેમાં એવી પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે સત્તા વિરોધી લહેર હોવા છતા, વિપક્ષ નીતિશ કુમારની સરકારને તોડી નહીં શકે.


NDAને 150-160 બેઠકો મળવાનો અંદાજ

NDAને 150-160 બેઠકો મળવાનો અંદાજ

IANS-Matrize સર્વે અનુસાર, NDAને 49 ટકા વોટ શેર મળવાની અપેક્ષા છે. બેઠકોની દૃષ્ટિએ, ડબલ-એન્જિન સરકારના ખાતામાં 150-160 બેઠકો આવી શકે છે. તો, મહાગઠબંધન (RJD-કોંગ્રેસ-ડાબેરી ગઠબંધન)ને 36 ટકા વોટ શેર મળવાની ધારણા છે. જો તેને બેઠકોમાં રૂપાંતરિત કરીએ તો, આ લગભગ 70-85 બેઠકો સુધી પહોંચી શકે છે.


PKની જન સૂરાજ પાર્ટીને 7% વોટ શેર મળવાની ધારણા છે

PKની જન સૂરાજ પાર્ટીને 7% વોટ શેર મળવાની ધારણા છે

સર્વેમાં કહેવામા આવ્યું છે કે પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીને 7 ટકા વોટ શેર મળવાની ધારણા છે, એટલે કે જન સૂરજ એકલી 2-5 બેઠકો જીતી શકે છે. બહુજન સમાજ પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) સહિત અન્ય પક્ષોને 7 ટકા વોટ શેર મળવાની ધારણા છે, જે 7-10 બેઠકો બરાબર છે. અસદુદ્દીન ઓવૈસીની AIMIMને 1 ટકા વોટ શેર મળવાની ધારણા છે. આ સર્વે મુજબ, આ ચૂંટણીમાં ભાજપ અને RJD સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી ધારણા છે. બંનેને 21-21 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે. નીતિશ કુમારની JDU છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ કરતા વધુ સારું પ્રદર્શન કરી શકે છે.

JDUને 18% વોટ શેર અને 60-65 બેઠકો મળવાની ધારણા છે. તો, ચિરાગ પાસવાનની પાર્ટી, લોક જનશક્તિ રામવિલાસ પાસવાન 6 ટકા વોટ શેર સાથે સ્થિર દેખાય રહી છે અને 4-6 બેઠકો જીતી શકે છે. ‘વોટ ચોરી અભિયાન છતા કોંગ્રેસ ડગમગી રહી હોય તેવું લાગે છે અને તેને માત્ર 8 ટકા વોટ શેરથી સંતોષ માનવો પડી શકે છે. બિહારમાં મતદાન 2 તબક્કામાં (6 અને 11 નવેમ્બર) થશે. પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top