ફાઇનલમાં પહોંચીને પણ ટેન્શનમાં ભારતીય ટીમ, આ કારણે હાથમાંથી નીકળી શકે છે એશિયા કપની ટ્રોફી
ભારતીય ટીમે બાંગ્લાદેશની ટીમને 41 રનથી હરાવી. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 20 ઓવરમાં6 વિકેટ ગુમાવતા 168 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીન ફક્ત 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે જ ભારતીય ટીમે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. બાંગ્લાદેશ પાકિસ્તાન સામે વર્ચ્યુઅલ સેમિફાઇનલમાં રમશે. બાંગલાદેશ સામેની મેચ બાદ, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું.
સૂર્યકુમાર યાદવે ભારતીય ખેલાડીઓની ભરપેટ પ્રશંસા કરી. મેચ બાદ સૂર્યાએ કહ્યું કે, ‘ મેચ બાદ આ ટુર્નામેન્ટમાં અમને પહેલા બેટિંગ કરવાની તક મળી નથી. મને લાગે છે કે અમે ઓમાન સામે પહેલા બેટિંગ કરી હતી, પરંતુ અમે સુપર-4માં પહેલા બેટિંગ કરવા માગતા હતા અને જોઈએ છીએ કે શું થાય છે.’
સૂર્યાએ વધુમાં કહ્યું કે, તેમની બોલિંગ લાઇનઅપ જોતાં, તેમની પાસે ડાબોડી સ્પિનર અને લેગ-સ્પિનર હતા. મને લાગે છે કે દુબે 7-15 ઓવરની રેન્જમાં તે તક માટે યોગ્ય હતો, પરંતુ તે અસરકારક ન રહ્યું, આવું જ થાય છે. જો આઉટફિલ્ડ ખરેખર તેજ હોત, તો તે 180-185 હોત, પરંતુ અમારી પાસે જે બોલિંગ લાઇનઅપ છે તેનાથી, જો આપણે 12-14 સારી ઓવર ફેંકીએ, તો અમે મોટાભાગે જીતીશું.
ભારતે બુધવારે અહીં એશિયા કપ સુપર-4 મેચમાં ઓપનર અભિષેક શર્મા (75 રન)ની સતત બીજી અડધી સદી અને સ્પિનરો કુલદીપ યાદવ (ત્રણ વિકેટ) અને વરુણ ચક્રવર્તી (બે વિકેટ)ની ઉત્તમ બોલિંગને કારણે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. અભિષેકે ભારત માટે 37 બોલમાં 6 ચોગ્ગા અને પાંચ છગ્ગાની ઇનિંગ રમી, પરંતુ અન્ય બેટ્સમેનોના રનના અભાવે, ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 168 રન જ બનાવી શકી.
આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના ખેલાડીઓની ફિલ્ડિંગનું સ્તર ખાસ રહ્યું નથી. જ્યારે આવું વારંવાર જોવા મળતું નથી, આ વખતે ટીમની ફિલ્ડિંગ નબળી જોવા મળી રહી છે. બાંગ્લાદેશ સામેની મેચમાં જ ભારતીય ખેલાડીઓએ 5 કેચ છોડ્યા હતા. પાકિસ્તાન સામેની સુપર-4 મેચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ભારત એવી ટીમ છે જેણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ કેચ છોડ્યા છે, તેણે અત્યાર સુધી 12 કેચ છોડ્યા છે. ફાઇનલમાં આમાં સુધારો કરવાની જરૂર પડશે, નહીં તો ફાઇનલની ટ્રોફી હાથમાંથી નીકળી શકે છે.
ક્રિકેટમાં એવું કહેવાય છે કે ‘કેચ વિન મેચીસ’, એટલે કે કેચ તમને મેચ જીતાડે છે. જોકે, નબળી ફિલ્ડિંગ પણ ટીમને મોંઘી પડી શકે છે. બાંગ્લાદેશ સામેની મેચમાં અભિષેક શર્મા (75) અને શુભમન ગિલ (29)એ ટીમને સારી શરૂઆત આપી, પરંતુ ધીમી બેટિંગને કારણે આખરે ટીમનો કુલ સ્કોર 168 રન થયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp