પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવની મોટી જાહેરાત, બોલ્યા- ‘હું એશિયા કપની મેચ ફીસ..’
ભારતીય ક્રિકેટ ટીમે રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપનો ખિતાબ જીતી લીધો. આ વિજય બાદ ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાની ગૃહમંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પાકિસ્તાનને હરાવ્યા બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ‘હું વ્યક્તિગત રીતે આ ટુર્નામેન્ટ (બધી મેચો) માટે મારી બધી મેચ ફી ભારતીય સેનાને આપવા માગુ છું.’
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં બોલતા સૂર્યકુમારે એશિયા કપ ટ્રોફી ન મળવા અંગે પણ પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે, ‘એક ટીમ તરીકે, અમે ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો (મોહસીન નકવી તરફથી). કોઈએ અમને કહ્યું નહીં, પરંતુ મારું માનવું છે કે ટુર્નામેન્ટ જીતનાર ટીમ ટ્રોફીની હકદાર હોય છે.’ તેમણે કહ્યું કે, ‘મેં આટલા વર્ષો સુધી ક્રિકેટ રમવા અને તેના પર નજર રાખવા દરમિયાન આવું ક્યારેય જોયું નથી કે એક ચેમ્પિયન ટીમને ટ્રોફી ન આપવામાં આવી હોય અને તે ખૂબ જ મહેનતથી મેળવેલી ટ્રોફી હતી. તે સરળ નહોતું, અમે સતત બે દિવસ મેચ રમ્યા. મને લાગ્યું કે અમે ખરેખર તેના હકદાર હતા. હું તેનાથી વધુ કંઈ કહેવા માંગતો નથી.’
પાકિસ્તાનને હરાવ્યા બાદ મૂંઝવણ ઊભી થઈ કારણ કે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન એક કલાકથી વધુ મોડી શરૂ થઈ. અને જ્યારે પુરસ્કાર સમારોહ શરૂ થયો, ત્યારે ભારતીય ટીમે ન તો તેમના મેડલ લીધા કે ન તો ટ્રોફી. જોકે, ભારતીય ટીમે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી નહીં લે.
મેચ બાદ પ્રેઝન્ટેશન પહેલાં, ભારતીય ટીમ મેનેજમેન્ટે કથિત રીતે ACC અધિકારીઓને પૂછ્યું હતું કે વિજેતાની ટ્રોફી કોણ પ્રદાન કરશે. ત્યારબાદ ACCએ આંતરિક ચર્ચા કરી, પરંતુ જ્યારે નકવી સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે જો તેમણે ભારતીય ટીમને ટ્રોફી આપવાનો પ્રયાસ કર્યો, તો ભારતીય ટીમ તેનો ઇનકાર કરશે. આમ છતા નકવી સ્ટેજ પર રાહ જોતા રહ્યા, જ્યારે આયોજન સમિતિના એક સભ્યએ શાંતિથી ટ્રોફી હટાવી દીધી.
एक ही दिल है सूर्या भाऊ कितनी बार जीतोगे? कल Asia Cup जीतने के बाद Suryakumar Yadav ने अनाउंस किया कि वह Asia Cup के अपने सभी 7 मैचों की मैच फीस भारतीय सेना को दान करते हैं🔥 pic.twitter.com/gjNWjuQYqG — Jaiky Yadav (@JaikyYadav16) September 29, 2025
एक ही दिल है सूर्या भाऊ कितनी बार जीतोगे? कल Asia Cup जीतने के बाद Suryakumar Yadav ने अनाउंस किया कि वह Asia Cup के अपने सभी 7 मैचों की मैच फीस भारतीय सेना को दान करते हैं🔥 pic.twitter.com/gjNWjuQYqG
અહેવાલો અનુસાર, ભારતીય ટીમે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અમીરાત ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ ખાલિદ અલ ઝરૂની પાસેથી ટ્રોફી સ્વીકારવામાં સહજ છે. જોકે નકવીએ કથિત રીતે આ અનુરોધ નકારી દીધો. ત્યારબાદ, ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
ભારતની જીત બાદ, ભારતીય ક્રિકેટ બોર્ડે એક નિવેદન બહાર પાડીને ભારતીય ટીમ માટે 21 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી. BCCI સચિવે કહ્યું કે, ‘અમે ભારતીય ટીમના પ્રદર્શનથી ખૂબ ખુશ છીએ. સુપર-4 ગ્રુપ સ્ટેજ અને ફાઇનલમાં પાકિસ્તાનને હરાવવા બદલ અમે અમારી ટીમને અભિનંદન આપીએ છીએ. ત્રણેય મેચ એકતરફી રહી હતી, અને અમે અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને દેશનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપીએ છીએ."
ભારતીય ક્રિકેટ ટીમે સૌથી વધુ વખત એટલે કે 9 વખત એશિયા કપ જીત્યો છે. ભારત એશિયા કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ છે, જેણે 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018, 2023 અને હવે 2025 માં ટાઇટલ જીત્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp