Video: એક કપલે નવરાત્રીના મેદાનમાં કરી શરમજનક હરકતો, ઉપરથી વીડિયો પણ બનાવ્યો! લોકોએ બતાવ્યો ભાર

Video: એક કપલે નવરાત્રીના મેદાનમાં કરી શરમજનક હરકતો, ઉપરથી વીડિયો પણ બનાવ્યો! લોકોએ બતાવ્યો ભારે રોષ, જુઓ વિડીયો

09/26/2025 Videos

SidhiKhabar

SidhiKhabar

Video: એક કપલે નવરાત્રીના મેદાનમાં કરી શરમજનક હરકતો, ઉપરથી વીડિયો પણ બનાવ્યો! લોકોએ બતાવ્યો ભાર

નવરાત્રિ એટલે માતાજીની આરાધના, સંસ્કૃતિ, સાત્વિકતા અને પરંપરાનું પર્વ. આ તહેવાર દેવી દુર્ગા અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાનો ખાસ સમય માનવામાં આવે છે. જો કે આજની પેઢી તહેવારની માન અને મર્યાદાનું ભાન ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાના સૌથી મોટા ગરબા આયોજન, યુનાઇટેડ વેના ગરબામાં એક એવી શરમજનક ઘટના બની છે, જેનાથી સમગ્ર ગરબાના માહોલ અને પરંપરાની પવિત્રતા પર સવાલ ઊભા થયા છે.


શું છે વિવાદાસ્પદ કાંડ?

શું છે વિવાદાસ્પદ કાંડ?

આજની યુવા પેઢી માટે નવરાત્રિનો પવિત્ર તહેવાર જાણે ફેશન બની ગયો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ઘટના પ્રમાણે યુનાઇટેડ વેના ગરબાના મેદાનમાં ગરબે ઘૂમવા આવેલા એક યુવક-યુવતીએ જાહેરમાં અત્યંત બિભત્સ વર્તન કર્યું હતું. આ કપલે ન માત્ર જાહેરમાં ગરબાના માહોલની પવિત્રતાનો ભંગ કર્યો, પરંતુ  આ શરમજનક હરકતોનો એક વીડિયો કે 'રીલ' બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો. આ રીલમાં કપલ જાહેરમાં એકબીજાને ચુંબન કરતા અને અયોગ્ય વર્તન કરતા જોવા મળ્યા હતા. ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત અને પરિવારલક્ષી ગરબા આયોજનમાં આ પ્રકારનું વર્તન જોઈને ગરબાના અન્ય ખેલૈયાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે રોષ ફેલાયો છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


આયોજકો સામે સખત પગલાં લેવાની માંગ

આયોજકો સામે સખત પગલાં લેવાની માંગ

આ ઘટના બાદ હવે યુનાઇટેડ વેના ગરબાના આયોજકો સામે સવાલ ઉઠી રહ્યા છે. વીડિયા સામે આવ્યા પછી અન્ય યુવાનો પણ ગેરમાર્ગે દોરાય તેવી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગરબાના માહોલની ગરિમા જાળવવાની અને અસામાજિક તત્વોને નિયંત્રિત કરવાની જવાબદારી આયોજકોની હોય છે. સામાન્ય જનતા અને સોશિયલ મીડિયા યુઝર્સની માંગ છે કે, આયોજકોએ આ વિવાદાસ્પદ ખેલૈયા કપલ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી જોઈએ. મળતી માહિતી અનુસાર, ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે આયોજન સ્થળે સુરક્ષા અને દેખરેખ વધુ સઘન બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top