PM Security Breach : શું પંજાબના સીએમ ચન્ની જાળમાં બરાબર ફસાયા છે? જુઓ વિડીયો
Poly Talks : રાજ્યોના ઇલેક્શન્સની આચારસંહિતા પહેલા પ્રધાનમંત્રી મોદી ૮૩,૦૦૦ કરોડના પ્રજાકીય કામોના લોકાર્પણ માટે પંજાબના ફિરોઝપુર ખાતે જવાના હતા. એ પહેલા તેઓ હુસૈનીવાલા શહીદ સ્મારકની મુલાકાતે જવાના હતા. આમ તો પીએમ ભટિંડાથી હવાઈ માર્ગે જનાર હતા, પરંતુ ખરાબ મોસમને કારણે રોડમાર્ગે જવું પડ્યું. એ પછી સુરક્ષામાં ચૂક (PM Security Breach) મામલે જે કંઈ ઘટનાક્રમ સામે આવ્યો, એણે અનેક ચર્ચાઓ અને તર્કોને જન્મ આપ્યો છે. પંજાબના સીએમ ચન્ની (CM Channi) સહિતના મોદીના કટ્ટર વિરોધીઓનું માનવું છે કે મોદી (PM Modi) આ મામલે ઓવર રિએક્ટ કરી રહ્યા છે. બીજી તરફ મોદીના ચાહકો સહિતના મોટા ભાગના લોકોનું માનવું છે કે એ દિવસે જે કંઈ થયું, એને ખરેખર પ્રધાનમંત્રીની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક ગણવી જોઈએ.
અહીં પ્રશ્ન એ છે કે પ્રધાનમંત્રી જેવી અતિમહત્વની ગણાતી વ્યક્તિ ક્યાંય પણ પ્રવાસે જાય, ત્યારે એમની સુરક્ષા માટેનો એક ખાસ પ્રોટોકોલ હોય છે, જે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ અને સ્થાનિક પોલીસે ફોલો કરવો પડે છે. પણ ૫ જાન્યુઆરીએ પંજાબ પોલીસ કોઈક અગમ્ય કારણોસર નિષ્ક્રિય રહી! હવે તો આખો મામલો સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવાયેલી કમિટીની તપાસ હેઠળ છે. પરંતુ સામાન્ય તર્ક એવું કહે છે કે પોલીસના સિનીયર ઓફિસર્સ આવી ચૂક કદાપી ન કરે! પંજાબના રીટાયર્ડ આઇજી સી.પાલ સિંહ અને એસપીજીના એડિશનલ ડિરેક્ટર રહી ચૂકેલા પી. કે. મિશ્રા આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યા છે.
આ મામલે સીધી ખબરના ચીફ એડિટર જ્વલંત નાયક પંજાબના રાજકારણની પૂર્વભૂમિકા સાથે પોતાનો તર્ક રજૂ કરી રહ્યા છે. આ વિડીયો અંત સુધી જોતા એ સમજાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp