વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક દેશે સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા, કોઈ વૈશ્વિક નેતાને આ સન્માન નથી મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇથોપિયાની મુલાકાતે છે જ્યાં તેમને ઇથોપિયાના સર્વોચ્ચ સન્માન, ‘ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા’થી નવાજવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પુરસ્કાર મેળવનારા પ્રથમ વૈશ્વિક રાષ્ટ્રાધ્યક્ષ અથવા સરકારના વડા છે. આ ઇથોપિયન સર્વોચ્ચ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલો 28મો વિદેશી રાજકીય પુરસ્કાર છે. સન્માન પ્રાપ્ત કર્યા બાદ, વડાપ્રધાને કહ્યું કે, મન દેશના સર્વોચ્ચ સન્માન- ‘ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા’ પ્રદાન કરવામાં આવ્યો છે. વિશ્વની સૌથી જૂની અને સમૃદ્ધ સભ્યતાઓમાંની એક દ્વારા સન્માનિત થવું મારા માટે ખૂબ ગર્વની વાત છે. બધા ભારતીયો વતી હું નમ્રતાપૂર્વક આ સન્માન સ્વીકારું છું. આ પુરસ્કાર એ બધા અસંખ્ય ભારતીયો માટે છે, જેમણે આપણી ભાગીદારીને આકાર આપ્યો. આ પ્રસંગે હું મારા મિત્ર વડાપ્રધાન અબી અહેદ અલીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’
વડાપ્રધાન મોદી અને ઇથોપિયન વડાપ્રધાન અબી અહમદ અલી દક્ષિણ આફ્રિકામાં G20 સમિટ દરમિયાન મળ્યા હતા, ત્યારે વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન મોદીને ઇથોપિયા આવવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ઇથોપિયા અને ભારત વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવામાં શિક્ષકોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, ‘મને ગર્વ છે કે ઇથોપિયા અને ભારત વચ્ચેના સંબંધોમાં સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપણાં શિક્ષકોએ આપ્યું છે. ઇથોપિયાની મહાન સંસ્કૃતિએ તેમને અહીં આકર્ષ્યા, અને તેમને અહીં ઘણી પેઢીઓને તાલીમ આપવાનો મહાન લહાવો મળ્યો.’
ભારત અદીસ અબાબાની મહાત્મા ગાંધી હોસ્પિટલના અપગ્રેડમાં મદદ કરશે, જેમાં માતૃત્વ અને નવજાત શિશુ સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કરારો વિવિધ ક્ષેત્રોમાં ભારત અને ઇથોપિયા વચ્ચે વધતી ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે.
કરારોમાં દ્વિપક્ષીય સંબંધોને ‘વ્યૂહાત્મક ભાગીદારી’ સુધી વધારવા, કસ્ટમ બાબતોમાં સહયોગ અને પરસ્પર વહીવટી સહાય પર કરારનો સમાવેશ થાય છે. ઇથોપિયાના વિદેશ મંત્રાલયમાં ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરી તાલીમમાં સહયોગ માટે અમલીકરણ વ્યવસ્થા પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. G20 કોમન ફ્રેમવર્ક હેઠળ ઇથોપિયાના સંદર્ભમાં દેવાના પુનર્ગઠન પર એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની રાજકીય મુલાકાત બાદ બુધવાર, 17 ડિસેમ્બર, 2025ના રોજ ઇથોપિયાથી રવાના થશે. તેઓ ઇથોપિયાથી સીધા ભારત પાછા ફરશે નહીં, કારણ કે તેઓ તેમના ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં છે. ઇથોપિયાથી, વડાપ્રધાન મોદી ઓમાન જશે, જ્યાં તેઓ 17 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર, 2025 સુધી મુલાકાત લેશે. તેઓ 18 ડિસેમ્બર, 2025ના રોજ ઓમાનમાં પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરીને ભારત પાછા ફરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp