નમાંશ સ્યાલના મૃત્યુ બાદ શું થયું? અમેરિકન પાઇલટે દુબઈ એર શૉનું સત્ય જણાવ્યું

નમાંશ સ્યાલના મૃત્યુ બાદ શું થયું? અમેરિકન પાઇલટે દુબઈ એર શૉનું સત્ય જણાવ્યું

11/25/2025 World

SidhiKhabar

SidhiKhabar

નમાંશ સ્યાલના મૃત્યુ બાદ શું થયું? અમેરિકન પાઇલટે દુબઈ એર શૉનું સત્ય જણાવ્યું

21 નવેમ્બરના રોજ દુબઈ એર શૉ 2025ના છેલ્લા દિવસે, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું, જેમાં તેમનું મૃત્યુ થઇ ગયું. આ અકસ્માત એ સમયે થયો, જ્યારે એર શૉ ચરમ પર હતો. અમેરિકન એરફોર્સની F-16 ડેમો ટીમ પણ પ્રદર્શન કરવાની હતી. જોકે, ટીમે સ્યાલના સન્માનમાં તેમનો ડેમો રદ કરવાનો નિર્ણય લીધો. આટલું જ નહીં, ટીમના મુખ્ય પાઇલટે દુબઈ એર શૉ ચાલુ રાખવાના નિર્ણયની ટીકા કરી હતી.

જે સમયે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું, અમેરિકન મુખ્ય પાઇલટ ટેલર ‘ફેમ હાઇસ્ટર, પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. જેવું જ તેજસ ક્રેશ થયું, અમેરિકન પાઇલટ્સે દૂરથી ધુમાડો નીકળતો જોયો. હાઇસ્ટર અને તેમની ટીમે તરત જ તેમનો ડેમો રદ કરવાનો નિર્ણય લીધો. માત્ર અમેરિકન ટીમ જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોની ટીમોએ પણ તેમના ડેમો રદ કરવાનો નિર્ણય લીધો.


હાઈસ્ટરની ભાવાત્મક પોસ્ટ

હાઈસ્ટરની ભાવાત્મક પોસ્ટ

એક દિવસ બાદ, સોશિયલ મીડિયા પર, હાઇસ્ટરે શૉ રદ ન કરવાના નિર્ણયને શોકિંગ ગણાવ્યો. આટલું જ નહીં તેમણે કહ્યું કે એરિયલ પરફોર્મન્સ જોતી ભીડને જોવી તેમના માટે અસ્વસ્થતાભર્યો અનુભવ હતો. 22 નવેમ્બર શનિવારના રોજ બનેલી આ ઘટના વિશે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરતા હાઇસ્ટરે લખ્યું કે, ‘આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેમની ટીમ તેમના પ્રદર્શનની તૈયારી કરી રહી હતી. શૉના આયોજકોએ ફ્લાઇંગ શેડ્યુલ ચાલુ રાખવાનો આઘાતજનક નિર્ણય લીધો, પરંતુ અમારી ટીમે અન્ય ઘણી ટીમો સાથે અંતિમ પ્રદર્શન રદ કરવાનો નિર્ણય લીધો. આ પાઇલટ, તેના સાથીદારો અને તેના પરિવારના આદર માટે કરવામાં આવ્યું હતું.’

હિસ્ટરે આગળ લખ્યું કે, બે વર્ષ સુધી આ જોબ (એર શૉ પરફોર્મ કરવો) કર્યા બાદ, અમારી ટીમ માટે આ પહેલી વાર હતું, અને તે પણ સિઝનના છેલ્લા પ્રદર્શન પહેલા. અમે બધાએ દૂરથી જોયું. અમે ભારતીય મેન્ટેનેન્સ ક્રૂ બાબતે વિચારી રહ્યા હતા, રેમ્પ પર ખાલી પાર્કિંગ સ્થળની બાજુમાં ઉભા હતા. વિમાનની સીડી જમીન પર પડી હતી, પાઇલટનો સામાન હજુ પણ તેની ભાડાની કારમાં હતો. કદાચ અમારામાંથી દરેકે આ અનુભવ્યું.’

હાઈસ્ટરે જણાવ્યું કે પોતાનું પ્રદર્શન રદ કર્યા પછી જ્યારે તેઓ એક કે બે કલાક પછી શૉ સાઇટ પાસેથી પસાર થયા, ત્યારે તેને અપેક્ષા હતી કે બધું ખાલી, બંધ અને સમાપ્ત થઈ ચૂક્યું હશે. પરંતુ એવું બિલકુલ નહોતું. તેણે કહ્યું કે ભીડ એ જ હતી, અને શૉ હજુ પણ ચાલુ હતો. તે ઘણા કારણોસર તેના માટે અસ્વસ્થતાભર્યું હતું અને તે એવું વિચારી રહ્યો હતો કે તેની ટીમ શૉસાઇટ છોડીને નીકળી જાય. હાઈસ્ટરે એમ પણ લખ્યું કે, ‘આ એક પાઠ છે જે હું પ્રદર્શન ઉડાન પૂર્ણ કર્યા બાદલાંબા સમય સુધી મારી સાથે લઈ જઈશ. તે તમને બધાને પણ લાગુ પડે છે.


વિંગ કમાન્ડર નમાંશ કોણ હતા?

વિંગ કમાન્ડર નમાંશ કોણ હતા?

નમાંશ સ્યાલ 20 વર્ષની ઉંમરે વાયુસેનામાં જોડાયા હતા. તેમને NDA પરીક્ષા પાસ કરી હતી અને 2009માં વાયુસેનામાં કમિશન કરવામાં આવ્યા હતા. પાઇલટ તરીકે નમાંશ ભારતીય વાયુસેનાના નંબર 45 સ્ક્વોડ્રનનો ભાગ હતો, જેને ‘ફ્લાઇંગ ડેગર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્ક્વોડ્રન તમિલનાડુના સુલુર એર બેઝ પર તૈનાત છે. તેજસ ફાઇટર એરક્રાફ્ટ સેવામાં આવ્યા બાદ આ સ્ક્વોડ્રન તેનું મુખ્ય રૂપે સંચાલન કરતી પ્રાથમિક એકમોમાંની એક છે.

નમાંશ સ્યાલ એક સંરક્ષણ પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી આવ્યા હતા. તેમના પિતા જગનનાથ સ્યાલ, આર્મી મેડિકલ કોર્પ્સમાં સેવા આપી હતી અને નિવૃત્તિ બાદ શાળાના આચાર્ય બન્યા. નમાંશની પત્ની અફશા પણ, ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર તરીકે સેવા આપી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top