SIRની કામગીરી વચ્ચે સુરતના મહિલા BLOનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો

SIRની કામગીરી વચ્ચે સુરતના મહિલા BLOનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો

11/25/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

SIRની કામગીરી વચ્ચે સુરતના મહિલા BLOનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો

સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક BLOનો મૃતદેહ તેના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસ હવે મૃત્યુના કારણની તપાસ કરી રહી છે. દેશભરના અનેક રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ ઇન્વેસ્ટિગેશન (SIR)ની કામગીરી ચાલી રહી છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

ગુજરાતમાં BLO તરીકે કામ કરતા સરકારી કર્મચારીઓના મૃત્યુના સમાચાર સતત સામે આવી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી એક મહિલા BLOનું અચાનક મૃત્યુ થયું છે, જેના કારણે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

અહેવાલો અનુસાર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં BLO તરીકે કામ કરતી ડિંકલ સિંગોડીવાલા તેના ઘરના બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેના પરિવારજનો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં ડૂબાડી દીધો છે. ડિંકલ સિંગોડીવાલાને SIR હેઠળ BLOની જવાબદારી સોંપવામાં આવી હતી. પોલીસ હવે તેનું મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ કરી રહી છે.

સુરતના ડેપ્યુટી કલેક્ટર નેહા સવાનાએ જણાવ્યું હતું કે ડિંકલ સિંગોડીવાલા ખૂબ જ સારી BLO હતી, અત્યાર સુધી તેણે તેના વિસ્તારમાં 45% કામ પૂર્ણ કરી લીધું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે બાથરૂમમાં ગઈ હતી. બાથરૂમમાં કોઈ વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા નહોતી. એવું લાગે છે કે ગેસ ગીઝરમાંથી નીકળતા ઝેરી ગેસને કારણે તેનું મૃત્યુ થઇ ગયું. તેને કામનો કોઈ તણાવ નહોતો, કારણ કે તે તેના ઝોનમાં સૌથી સારું કામ કરતી હતી અને તેણે 45% કામ પૂર્ણ કરી લીધું હતું. જો કોઈ BLOને કોઈ સમસ્યા હોય, તો તેઓ અમારો સંપર્ક કરે છે, અને અમે તેને તાત્કાલિક ઉકેલીએ છીએ.


આ અગાઉ 4 BLOના મોત થઈ ચૂક્યા છે

આ અગાઉ 4 BLOના મોત થઈ ચૂક્યા છે

રાજ્યમાં 4 દિવસમાં SIRની કામગીરી કરી રહેલા 4 BLO કર્મચારીના મોત થયાં હતા, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક BLO તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું હતું.

આ પહેલાં ખેડા જિલ્લામાં BLOની કામગીરી કરતા દરમિયાન એક શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું અને 22 નવેમ્બર શનિવારના રોજ વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા. ત્યાર બાદ હોસ્પિટલમાં ખસેડાતા ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top