07/21/2025
Old Memories:દિગ્ગજ ડિરેક્ટર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ચંદ્ર બારોટ એ વ્યક્તિ છે, જેમણે 1978માં રીલિઝ થયેલી અમિતાભ બચ્ચનની ‘ડૉન’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ એક આઇકોનિક બોલિવુડ ફિલ્મ ગણાય છે, જેણે બિગ બીને ન માત્ર એંગ્રી યંગ મેનની છબી આપી, પરંતુ પણ નિર્માતાને પણ માલામાલ બનાવી દીધા. વાસ્તવમાં, ફિલ્મનું બજેટ લગભગ 70 લાખ રૂપિયા હતું, જેમાં નિર્માણ અને માર્કેટિંગ ખર્ચનો સમાવેશ થાય છે. તે સમય માટે આ એક મધ્યમ બજેટની ફિલ્મ હતી કેમ કે, 1970ના દાયકામાં મોટા બજેટની ફિલ્મો સામાન્ય રીતે 1 કરોડથી ઓછાની રહેતી હતી. તેનું નિર્માણ નરીમન ઈરાની દ્વારા કરવામાં આવ્યું હતું.
જ્યારે સલીમ-જાવેદની સ્ક્રિપ્ટ અને અમિતાભ બચ્ચનના શાનદાર ડબલ રોલે આ ફિલ્મને ખાસ બનાવી. પરંતુ શું તમે જાણો છો કે નિર્માતા નરીમન ઈરાની જે કેમેરામેન હતા. તેમની સુનિલ દત્ત સાથેની પહેલી ફિલ્મ ‘જિંદગી જિંદગી’ પૂરી રીતે ફ્લોપ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમના પર લગભગ 12 લાખ રૂપિયાનું મોટું દેવું થઈ ગયું હતું. આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે, અમિતાભ બચ્ચન, ઝીનત અમાન, ચંદ્ર બારોટ અને મનોજ કુમારે તેમને બીજી ફિલ્મ બનાવવાની સલાહ આપી, જેનું નામ હતું ‘ડૉન’.