સ્મૃતિ મંધાનાના હાથમાંથી સગાઈની વીંટી ગાયબ, શું પલાશ મુચ્છલ સાથેના લગ્ન તૂટી ગયા?
ભારતીય ક્રિકેટ ટીમની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 23 નવેમ્બર, 2025ના રોજ ગાયક-સંગીતકાર પલાશ મુચ્છલ સાથેના લગ્ન મુલતવી રાખ્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી હતી. જોકે, ચાહકો સ્મૃતિની ગુમ થયેલી સગાઈની વીંટી તરફ આકર્ષાયા હતા, જે તેના હાથમાંથી ગાયબ હતી. સ્મૃતિ મંધાનાના લગ્ન મુલતવી રાખ્યા બાદ આ સોશિયલ મીડિયા પરનો પહેલો વીડિયો હતો, અને તે હવે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
5 ડિસેમ્બર, 2025ના રોજ, સ્મૃતિએ તેના લગ્ન મુલતવી રાખ્યા બાદ તેની પહેલી પોસ્ટ શેર કરી હતી અને નવી લગ્ન તારીખ વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ટૂથપેસ્ટ બ્રાન્ડ કોલગેટ સાથે પેઇડ પાર્ટનરશિપ પોસ્ટમાં વર્લ્ડ કપ વિજેતા ઉપ-કેપ્ટને ફાઇનલ મેચ જીતવા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. જો કે, ચાહકોએ તરત જ તેની આંગળીમાંથી ગાયબ સગાઈની વીંટીની નોંધ લીધી, જ્યારે કેટલાકને આશ્ચર્ય થયું હતું કે શું આ વીડિયો સગાઈ અથવા પ્રપોઝલ દિવસ પહેલા શૂટ કરવામાં આવ્યો હતો.
એક ચાહકે કોમેન્ટ કરી કે, ‘એવું કેમ લાગી રહ્યું છે કે રે દુઃખી? તે હસી રહી છે, પરંતુ તેનો અવાજ અને તેની આંખો એવા લાગે લાગે છે જાણે તે દુઃખી હોય, અને તેણે સગાઈની વીંટી પણ પહેરી નથી.’ અન્ય એક ચાહકે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, તેના હાથમાં મહેંદી નહોતી, જેનો અર્થ એ કે તે તેની સગાઈ પહેલા શૂટ કરવામાં આવી હતી.’
તાજેતરમાં, ઘણા અહેવાલોમાં જણાવાયું હતું કે ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના 7 ડિસેમ્બર, 2025ના રોજ સંગીતકાર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરશે. જોકે, સ્મૃતિના ભાઈ શ્રવણ મંધાનાએ આ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં શ્રવણે જણાવ્યું હતું કે તેને આ અફવાઓ વિશે કોઈ જાણકારી નથી, પરંતુ લગ્ન હજુ પણ મુલતવી રાખવામાં આવ્યા છે.
View this post on Instagram A post shared by Smriti Mandhana (@smriti_mandhana)
A post shared by Smriti Mandhana (@smriti_mandhana)
આ અગાઉ, સ્મૃતિ અને પલાશના લગ્ન ક્રિકેટરના વતન સાંગલીમાં થવાના હતા, પરંતુ તેના પિતા શ્રીનિવાસ મંધાનાને તબીબી કટોકટીને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે લગ્ન અચાનક મુલતવી રાખવામાં આવ્યા હતા. એક દિવસ પછી, પલાશને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp