'ભારત તટસ્થ નથી, ભારત શાંતિના પક્ષમાં છે' પીએમ મોદીની પુતિનને યુદ્ધ મામલે સ્પષ્ટતા, જાણો બીજું શું કહ્યું?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે. ગઇકાલે વડાપ્રધાન મોદીએ તેમનું એરપોર્ટ પર ખાસ અંદાજમાં સ્વાગત કર્યું હતું અને પછી બંને નેતાઓ એક જ ગાડીમાં બેસીને વડાપ્રધાનના નિવાસ સ્થાને જવા માટે રવાના થયા હતા. ત્યારે આજે બંને નેતાઓ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ છે. જે દરમિયાન વડાપ્રધાન મોદીએ પુતિન સમક્ષ ચાલી યુદ્ધને લઈને ભારતનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું.
પુતિન સાથેની આ મહત્વપૂર્ણ બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભારતનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, દુનિયાએ કોવિડ-19થી લઈને આજ સુધી અનેક સંકટોનો સામનો કર્યો છે અને આશા છે કે, વૈશ્વિક પડકારો જલ્દી પાર કરી લેવાશે. મને વિશ્વાસ છે કે, આજે અમે અનેક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરીશું. ભારત અને રશિયાના આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવામાં આવશે અને સાથે મળીને નવી ઊંચાઈ પાર કરવાનો લક્ષ્ય રાખવો જોઈએ. આ પ્રકારની આશાવાદી દ્રષ્ટિકોણ સાથે અમારી આ બેઠક આગળ વધારીશું.'
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, 2001માં તમે પદ સંભાળ્યું અને પહેલીવાર ભારત આવ્યા હતા, તે વાતને 25 વર્ષ થઈ ગયા. તે પહેલી ભારત મુલાકાતમાં તમે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો નાંખ્યો હતો. મારા માટે પણ ખુશીની વાત છે કે તમારા અને મારા સંબંધોને પણ 25 વર્ષ થયા. તમે 2001માં જે ભૂમિકા નિભાવી તે એક દીર્ઘદૃષ્ટા નેતાનું ઉત્તમ ઉદાહરણ છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
હૈદરાબાદ હાઉસમાં પુતિને યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવા માટે ભારતના પ્રયાસોના વખાણ કર્યા હતા. જે બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, કે ભારત તટસ્થ નથી, ભારત શાંતિના પક્ષમાં છે. યુક્રેન સંકટ પર સતત વાતચીત થઈ રહી છે અને શાંતિ માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. શાંતિના માર્ગથી જ વિશ્વનું કલ્યાણ થશે. અને શાંતિના દરેક પ્રયાસમાં ભારત તમારી સાથે છે. આ વિશ્વ ટૂંક સમયમાં જ ચિંતાઓથી મુક્ત થશે અને શાંતિ સ્થપાશે.
હૈદરાબાદ હાઉસમાં પુતિન અને વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય વાર્તા શરૂ થઈ ગઇ છે. અહીં બંને નેતા 23મી ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે જેમાં બંને વચ્ચે ટ્રેડ અને ડિફેન્સ સહિત અનેક મુદ્દે વાટાઘાટો થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp