લગ્નમાં વરરાજાના સાળાએ મચાવ્યો તાંડવ! કારથી જાનૈયાઓને કચડ્યા, 3ના મોત; 2 ઇજાગ્રસ્ત

લગ્નમાં વરરાજાના સાળાએ મચાવ્યો તાંડવ! કારથી જાનૈયાઓને કચડ્યા, 3ના મોત; 2 ઇજાગ્રસ્ત

12/05/2025 National

SidhiKhabar

SidhiKhabar

લગ્નમાં વરરાજાના સાળાએ મચાવ્યો તાંડવ! કારથી જાનૈયાઓને કચડ્યા, 3ના મોત; 2 ઇજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં લગ્ન સમારોહની ખુશી શોકમાં પરિવર્તિત થઈ ગઈ. DJ સંગીતને લઈને થયેલી નાનકડી બોલાચાલી એટલી વધી ગઈ કે વરરાજાના સાળાએ 5 લોકોને કચડી નાખ્યા, જેમાં 3ના મોત થઇ ગયા અને બે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ગઈકાલે રાત્રે ગંજડુંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ZS પેલેસ ગેસ્ટ હાઉસમાં બની હતી.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

કાસગંજમાં સમાજવાદી પાર્ટીના નેતાના પુત્રના લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ દરમિયાન DJ સંગીતને લઈને વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થઇ ગયો. શરૂઆતમાં બંને પક્ષોમાં સામાન્ય બહેસ થઈ, પરંતુ ટૂંક સમયમાં લોહિયાળ સંઘર્ષમાં પરિણમી ગઈ. આરોપ છે કે વરરાજા પક્ષે કન્યાના પિતરાઈ ભાઈ પર હુમલો કર્યો હતો, જેનાથી યુવાન ગુસ્સે થઇ ગયો હતો. આ ગુસ્સામાં યુવકે પોતાની કાર લઈને વરરાજાના પિતાના મોટા ભાઈ, કાકા અને માસાને તેની પુરપાટ ઝડપની કારથી કચડી નાખ્યા હતા. આ દુ:ખદ અકસ્માતમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

ઘટનાસ્થળે અંધાધૂંધી ફેલાઈ ગઈ. લગ્નનું વાતાવરણ ચીસાચીસ અને શોકમાં ફેરવાઈ ગયું. એક સાથે 3 લોકોના મોતથી સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો. માહિતી મળતા જ ગંજડુંડવારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબુમાં લીધી.

પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આરોપી યુવકની શોધખોળ ચાલી રહી છે. વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનાએ માત્ર પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારને આઘાત પહોંચાડ્યો છે.

 મૃતકના સંબંધી બલવીરે જણાવ્યું હતું કે, "અમારા લગ્નમાં ખુશી હતી, પરંતુ ઝઘડાએ બધું બરબાદ કરી દીધું. અમારા પરિવારના ત્રણ સભ્યો એક સાથે ચાલ્યા ગયા. હવે અમને ખબર નથી કે શું કરવું. આ દરમિયાન, સંદીપ વર્મા (સર્કલ ઓફિસર, પટિયાલી) એ જણાવ્યું હતું કે DJને લઈને થયેલા વિવાદ બાદ કારે પરિવારને કચડી નાખ્યાના સમાચાર મળ્યા હતા. ત્રણ લોકોના મોત થયા છે, બે ઇજાગ્રસ્ત થયા છે અને આરોપીને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top